વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫૧

તા. ૧૨/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “મધ્યનું ૫૧ કાઢો. નાનું છે પણ મુદ્દાનું છે. સ્વભાવ પડ્યા તે રજોગુણનો ભાગ છે. શાંત સ્વભાવ રાખવો. આઘુંપાછું નહીં. બાળકપણું નહીં. ગુણાતીત સત્તારૂપ રહેવું. લખપતિનો દીકરો પોતાને ગરીબ માને? ‘લખપતિ’ એમ માને. તેમાં આપણે અક્ષરના દીકરા. ‘અક્ષર’ માનવું. દેહભાવ કાઢવો. અક્ષરધામમાં જન્મ્યા છીએ. સગાં-વહાલાં બધાં ગયાં. સળગી ગયું. મહારાજ ને સ્વામી બે જ છે. મુંબઈ-કલકત્તા સળગી ગયું. જ્યાં સુધી ગુણના સંગ છે તે સાધુ થયા તો પણ દુઃખિયા. મન કનડે, તોડી પાડે. તે મન ખરાબ છે, લૂંટારું છે. આત્મસત્તા એટલે અક્ષરરૂપ. મહારાજની આજ્ઞા વિના કાંઈ ન કરવું. સત્પુરુષની આજ્ઞાએ ત્રણ ટાણાં ખાવને! પણ કહે તેમ કરવું તે આત્મસત્તારૂપ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ