વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫૩

તા. ૬/૨/૧૯૭૦, નૈરોબી. બપોરે ૧:૪૦ વાગ્યે મંદિરના સભામંડપમાં વચનામૃત ગઢડા મધ્ય ૫૩ વંચાવી યોગીજી મહારાજ કહે, “શાસ્ત્રીજી મહારાજે સમજીને ઉપાસના પ્રવર્તાવી છે. એમણે જે આ વાત પ્રવર્તાવી તેમાં જે દોષ દેખે તે વિમુખ અને અધર્મી છે. મોટાપુરુષનાં ચરિત્ર હોતાં નથી. એ તો ભગવાનની આજ્ઞામાં જ વર્તે. ભગવાનનાં ચરિત્રો હોય, એમાં દિવ્યભાવ રાખવો એ ભક્તની અલૌકિક સમજણ.”

“બાપા! સંત કોઈનું મનધાર્યું છોડાવે તેમાં દિવ્યભાવ રાખવો ને?” અંબાલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો. એ. સમજાવતાં યોગીજી મહારાજ કહે, “હા, એ બધાં ચરિત્રો કહેવાય. બીજાં નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ