Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
ગઢડા મધ્ય ૬૧
૧૯૭૦માં કંપાલામાં યોગીજી મહારાજે એક સાંજે યુવકોનો કાર્યક્રમ સાંભળ્યા પછી આશીર્વાદ આપતાં જણાવ્યું કે: “યુવકો વાતું બોલ્યા. એક યુવક મધ્ય એકસઠ વચનામૃત બોલ્યો. નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી. પક્ષ શું? ભગવાનના ભક્તને કોઈ વગર વાંકે પીડતો હોય, તો તેનો પક્ષ લેવો. ગુંદાળી ગામના બે કાઠીએ સાધુઓનો પક્ષ લીધો. તેઓ સત્સંગી નહોતા, પણ ‘મામાના સાધુ છે’ એમ જાણી પક્ષ લીધો તો તેમનું નામ લખાઈ ગયું. (વચનામૃત લોયા ૩) ઝેલ્લાનું સાતમું – ભગવાનના ભક્તનો પક્ષ લેતા આબરૂ વધો અથવા ઘાટો, હાણ થાય કે વૃદ્ધિ થાય, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. ઘણા કદાચ પક્ષ રાખે પણ અભાવ આવી જાય કે તારે અર્થે કરી કરીને મરી ગયા પણ તું કાઈ ધોળતો (કરતો) નથી. એ પક્ષ ન કહેવાય.
“ભગવાનના ભક્ત કરતાં દેહ ને દેહના સંબંધી વહાલાં રહી જાય છે. માટે આ કલમ મૂકે છે. પરદેશથી આપણે ત્યાં સંત આવ્યા હોય ને આપના સંબંધી પણ આવ્યા હોય; તો પક્ષ જેને ન હોય તે કહે, ‘સાધુ! સાંભળો, સંબંધી આવ્યા છે તે નહીં અવાય.’ પરંતુ સંબંધી પડ્યા રહેવા જોઈએ. દીકરો વહાલો હોય ને અમે માંગીએ ત્યારે કહે, ‘સ્વામી! પૈસા લ્યો, પણ દીકરો નહીં.’
“... ટૂંકમાં કહેવાનું કે ગુણાતીત સંતના સંબંધવાળા જે ભક્ત તેના જેવા સંબંધીને વહાલા ન રાખવા. આ કલમ ભવિષ્યમાં બહુ કામ કરશે.
“નંદુભાઈ મંછારામ અમદાવાદવાળાને બહુ પક્ષ. મોટા મંદિરના સેક્રેટરી હતા, છતાં શાસ્ત્રીજી મહારાજને તેમને ઘેર ઉતારે. શિર સાટે પક્ષ. પક્ષ રાખવાથી પંચમહાપાપ બળી જાય છે. આપણે પરદેશથી આવ્યા છીએ. અંદરોઅંદર સુખ-દુઃખમાં પક્ષ રાખવો. કોઈને દુઃખ આવતું હોય તો, ‘એ જ લાગનો છે.’ એમ ન બોલવું. સ્વામિનારાયણના સંબંધવાળાને અર્થે શું ન થાય? લોયાના ત્રીજા વચનામૃતમાં આ છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૯૩]