વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૯

તા. ૨૭/૨/૧૯૭૦, કિસુમુ. બપોરની કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૯ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન અને સંતમાં મનુષ્યભાવ ન આવે એ જાણપણું કહેવાય. કોઈનો અભાવ ન આવે તે જાણપણું. મધ્ય ૪૬માં કહ્યું છે – ભગવાનના ભક્તને દેહે કરીને મરવું એ મરણ નથી, પણ ભગવાનના ભક્તનો અભાવ આવે એ મરણ છે. ‘અહોહો! મગનભાઈ કેવા ભક્તરાજ!’ એવો મહિમા સમજાય તો જાણપણું રહ્યું. દરેકના ગુણ જ લેવા. દોષ પડતા મૂકવા. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. તું ભગવાન સામું જોને! કર્તા ભગવાન છે. તેમનો આશરો હોય તો કોઈ દુઃખ ન રહે. પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈનો ભાર ના રહે એ જાણપણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૬૫]

 

તા. ૭/૧/૧૯૬૭, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૯ વંચાવી નિરૂપણ કરતાં યોગીજી મહારાજ કહે, “બહાર વિદ્વાનો ઇસ પાર કે ઉસ પાર જ્ઞાન કરે પણ કોઈ સમજી ન શકે. અક્ષરધામ મૂર્તિમાન છે તે જાણપણું છે. તેમાં મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે. દર્શન આપે છે. મનુષ્યભાવ આવી જાય તે જાણપણું ખોવાઈ ગયું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૩૬૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ