Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
ગઢડા અંત્ય ૧૧
તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ. યોગીજી મહારાજ બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરતાં કહે, “... સીતાજીને કેટલો મહિમા? દુઃખ તો પાતાળ જેટલું હતું, પણ જ્ઞાનની સમજણે કરીને ‘કાંઈ દુઃખ નથી’ એમ કહેવરાવ્યું. સુખે ભજન એટલે કે હેતથી ભજન કરવાનું કહ્યું. તમથી વિમુખ નહીં થાઉં. બીજો તો ‘જય સ્વામિનારાયણ!’ પહેલી ગાડી પકડે. આવે જ નહીં. સીતાજીને અવગુણ લેવાનો ટાઇમ તો હતો, પણ એમાં અવગુણ ન લીધો. તે સમજણ વખાણી. કોઈ રીતે ભૂલ વિના ટોકે, ન હોય ને ટોકી પાડે, તો પણ અવગુણ ન લે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૩]
વચનામૃત અંત્યનું ૧૧મું સમજાવતાં યોગીજી મહારાજ કહે, “વચન કહે તે ખમવું તે પણ તપ છે. સહનશક્તિનું તપ મોટું. સ્થિતિમાં રહેવું તે તપ. વનમાં જવું તે તપ? ના, પણ વસ્તુ ઓછી ભોગવવી તે તપ. નિરંતર તપ કરે તે ન નભે. બે મહિના ધારણાં-પારણાં કરે ને પછી ઝાપટીએ તો તપ ક્યાં રહ્યું!”
[યોગીવાણી: ૧૪/૧૨]
યોગીજી મહારાજ કહે, “સ્વામીએ વાતોમાં કહ્યું – આત્મબુદ્ધિ એ જ સત્સંગ. નિયમ, ધર્મ, ત્યાગ, વૈરાગ્ય પળાવવા નહોતાં એમ નથી, પણ આત્મબુદ્ધિ એ એકડો છે, એ હોય તો પક્ષ રહે, એમ સ્વામીનો સિદ્ધાંત છે. કૃપા કરીને અખંડ મૂર્તિ દેખે તો મહિમા ઘણો વધે અને લોકો દંડવત્ કરે, પણ આત્મબુદ્ધિ ન હોય તો ખોટ મહારાજે બતાવી. ગઢડા મધ્ય ૫૪ અને ગઢડા અંત્ય ૧૧ પ્રમાણે, સમાધિ વિના સદાય શાંતિ આત્મબુદ્ધિ હોય તો રહે. ભગવાનના ભક્તનો પક્ષ અને આત્મબુદ્ધિ હશે, તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે.”
[યોગીવાણી: ૩/૧૬]