વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૩૭

સં. ૧૯૩૮, જૂનાગઢ. જૂનાગઢ મંદિરમાં કળશ ચઢાવવાના હતા, તે પ્રસંગે ભગતજીને આચાર્ય મહારાજે જૂનાગઢ તેડાવ્યા હતા. એક દિવસ જાગા સ્વામીને આસને ભગતજીએ વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાત કરી, “જેણે મોટાપુરુષ સેવ્યા હોય અને તેની કૃપા થકી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તેને તો મોટાપુરુષની સેવા, સમાગમ, લીલાચરિત્ર તથા વાર્તારૂપી અમૃતવાણીની જે ચીજો ખાધી હોય તે યાદ આવ્યા વિના રહે નહીં. અમે અને જાગા ભક્ત સ્વામી થકી તે આનંદ લીધો છે, તે આજે ભેગા મળ્યા છીએ તેથી સંભારીને આનંદ કરીએ છીએ. પણ જેણે ભગવાનનું કે મોટાપુરુષનું સુખ જાણ્યું નથી અને અનુભવ્યું નથી તેને તે શું સાંભરે? એ તો સત્સંગમાં છે તો પણ પશુ જેવા છે. એવું સુખ એક જ વખત લીધું હોય અને પછી પ્રારબ્ધાનુસારે એવો યોગ ન રહે, તો પણ એવો ભક્ત પોતાને જે સુખ મળ્યું હોય તેને સંભારીને પણ સુખિયો રહે, પણ દુઃખિયો તો કોઈ દિવસ થાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૧૮૬]

 

યોગીજી મહારાજ કહે, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય સ્વરૂપનું જ્ઞાન શું? તો છેલ્લાનું ૩૭. જીવ, ઈશ્વર, અવતાર, પ્રધાન-પુરુષ, પ્રકૃતિ, મહાપુરુષથી પર અક્ષર; તેથી પર પુરુષોત્તમ; એમ તત્ત્વે સહિત જાણવું. જેમ ગાય થકી ગાય થાય તે તેનું સ્વરૂપ છે, તેમ ભગવાનને મળેલા સંત તે તેનું સ્વરૂપ છે. મળેલા એટલે એકાત્મપણાને પામેલા, ભેગા રહેલા નહીં. ભગવાનની મરજી પ્રમાણે વર્તનારા. તે ભગવાનની પરંપરા ચાલુ રાખે છે અને એકાંતિક ધર્મ મોળો પડવા દેતા નથી.”

[યોગીવાણી: ૬/૧૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ