વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૩૯

ગુણાતીતાનંદ સ્વામી કહે, “બ્રહ્મવેત્તાને મતે તો વેદનો માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણતીમાં નથી, એમ જડભરતે રહૂગણને કહ્યું. એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી.” એમ કહ્યું. ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, “આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો, એમ મહારાજનો સિદ્ધાંત છે.”

[સ્વામીની વાતો: ૧/૨૦૭]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “આત્મા છે તે મહાતેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ થકી જુદો માનીને એમ ધારવું જે, ‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે.’ તે વિશલ્યકરણીના (અંત્ય ૩૯) વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કો’ક બાકી હશે, એ આત્માનો મનન દ્વારાયે સંગ કર્યા કરવો જે, ‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે.”

[સ્વામીની વાતો: ૬/૨૨]

 

યોગીજી મહારાજ કહે, “આત્મા-પરમાત્માનું જ્ઞાન શું? અંત્ય ૩૯ પ્રમાણે આત્મા અને પરમાત્માનું સંલગ્ન જ્ઞાન જેને હોય, તે જ સત્સંગી. આવી રીતનો જે સત્સંગી થયો હોય તો મોળો પડે જ નહીં. તેને દેહ ઉપર આધાર ન હોય. એક જ્ઞાન જે ભગવાન, તે ઉપર જ આધાર હોય. એ જ્ઞાનની સ્થિતિ, કોઈ પાત્ર બને તો આજે પણ મોટાપુરુષ એવું જ્ઞાન તેને આપે...

“ચાર પ્રકારની ઔષધિ છે: સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ. તેના ચાર વચનામૃત: ગ. મ. ૨૮, લો. ૭, છે. ૩૯ અને મ. ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

 

યોગીજી મહારાજ કહે, “આ જીવને મૂઆ સુધી આ લોકના જ મનસૂબા છે, તે મૂકવા અને પરલોકના કરવા. પરલોકના મનસૂબા એટલે શું? અક્ષરધામમાં જવું છે અને આ લોકમાં નથી રહેવું, એવું અખંડ અનુસંધાન રાખવું; અને આત્મા અને પરમાત્મા એ બે વાત જ રાખવી અને વચનામૃત છેલ્લાના ૩૯ પ્રમાણે એ બે વાતનો વેગ લગાડી દેવો. એમ વેગ લગાડી દઈએ તો અંતર બદલાઈ જાય, પણ એવો વેગ તો સમાગમ અને મહિમાથી લાગે.”

[યોગીવાણી: ૬/૧૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ