વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧૧

તા. ૨/૬/૧૯૬૮, ગોંડલ. રવિસભામાં વચનામૃત સારંગપુર ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાનના તુલ્યપણાને પામે છે એ શું? ભગવાન મડાં બેઠાં કરે તેમ એ કરે. મોજીદડના કહળચંદ શેઠ હતા. સ્વામી રાતે મોજીદડ ગયા. શેઠ કહે, ‘મારે ધામમાં જાવું છે.’ શાસ્ત્રીજી મહારાજ કહે, ‘તમને પંદર વરસ રાખવા છે.’ બીજે દી’ બેઠા થઈ ગયા. કુબેરભાઈ વઢવાણના સોની હતા. મંદવાડ ઘેરો હતો. બોચાસણ તાર આવ્યો. સ્વામી હાજર હતા. વઢવાણ આવ્યા. કુબેરભાઈ રડ્યા. સ્વામી કહે, ‘ધામમાં નથી લઈ જવા, દસ વર્ષ રાખવા છે.’ એક દવા હતી તે ઘસીને પાઈ, તે બેઠા થઈ ગયા.

“કુબેરભાઈ વઢવાણના સોની હતા. મંદવાડ ઘેરો હતો. બોચાસણ તાર આવ્યો. સ્વામી હાજર હતા. વઢવાણ આવ્યા. કુબેરભાઈ રડ્યા. સ્વામી કહે, ‘ધામમાં નથી લઈ જવા. દસ વર્ષ રાખવા છે.’ એક દવા હતી તે ઘસીને પાઈ, તે બેઠા થઈ ગયા.

“શુભ ને અશુભ કર્મનું બંધન થાય. સત્પુરુષ કોઈને વર્તમાન ધરાવે તેનાં અનંત અશુભ કર્મો હોય તે બાળી નાખે. તેનું બંધન સંતને ન લાગે.”

બીજાં ધામની વાત સમજાવતાં કહે, “રાજા વાંકમાં આવે તો મદ્રાસની જેલમાં મૂકે. બાગ-બગીચા ફરવાનું, પણ બહાર નીકળાય નહિ.

“દેવતામાંથી મનુષ્ય ને વળી દેવતા. જેમ એન્જિનમાં પાણી એકનું એક ફર્યા કરે છે તેમ.

“અંતસમે કેમ નિર્વાસનિક થાય?

“શાસ્ત્રીજી મહારાજ કહેતા: ‘અંતસમે સત્પુરુષ હાજર થઈ જાય.’ ‘આ જ મારા મોક્ષદાતા. આથી પર કોઈ કલ્યાણ નથી.’ એમ સમજાય ને જોડાઈ જાય, તો નિર્વાસનિક થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૩૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ