॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નૃસિંહ

અવતારો

નૃસિંહ એ વિષ્ણુના મુખ્ય દશ અવતારોમાંનો ચોથો અવતાર છે. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. ઈશ્વરચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે.

હિરણ્યકશિપુએ પૃથ્વી, સ્વર્ગ અને પાતાળમાં પોતાનું રાજ્ય વિસ્તાર્યું. હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા ગયો ત્યારે તેની સગર્ભા પત્ની કયાધુને નારદજીએ પોતાના આશ્રમમાં રાખી ઉપદેશ આપ્યો. તેના ફળસ્વરૂપે ભક્ત પ્રહ્‌લાદનો જન્મ થયો. તે વિષ્ણુભક્ત હતો. હિરણ્યકશિપુ વિષ્ણુનો શત્રુ હતો. તેથી પ્રહ્‌લાદને મારી નાખવા ઝેર આપ્યું, સર્પ છોડ્યા વગેરે ઘણાં કષ્ટો આપ્યાં. છેલ્લે થાંભલામાંથી ભગવાન નૃસિંહ પ્રગટ થયા. મસ્તક સિંહનું અને દેહ માનવનો એવા ‘નરસિંહ’રૂપ ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો. માત્ર એક બાળભક્ત માટે ભગવાને આ અવતાર લીધો. આ અવતાર વૈશાખ સુદિ ચૌદશના રોજ થયો હતો.

હિરણ્યકશિપુ હિરણ્યાક્ષનો નાનો ભાઈ હતો. વિષ્ણુએ વરાહ અવતારરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, માટે હિરણ્યકશિપુને વિષ્ણુ સાથે વૈરભાવ બંધાયેલો. પૂર્વે આ બે ભાઈઓ ભગવાનના વૈકુંઠધામના દ્વારપાલ હતા. પણ સનકાદિકના શાપ થકી અસુર થવું પડ્યું.

Nrusinha

Avatars

Nrusinha is considered the fourth avatār of the 10 foremost avatārs of Vishnu. In terms of the five eternal entities, Nrusinha is of the ishwar entity, which is capable of incarnation when Parabrahma Purushottam Narayan enters the ishwar.

Hiranyakashipu had conquered the three realms: Pruthvi, Swarga, and Pātāl. When he was ardently performing austerities, his pregnant wife Kayādhu was residing in Nāradji’s āshram. Listening to Nāradji’s discourses, the child that was born, Prahlād, became a firm devotee of Vishnu. However, his father Hiranyakashipu was an enemy of Vishnu. So, he tried to kill his own son Prahlad by giving him poison to drink, placing him in a pit of poisonous snakes, and other means. Ultimately, he forced Prahlad to embrace a blazing hot iron pillar. Nrusinha emerged from the pillar in the form of a half man (nar) and half lion (sinha), or Nar-Sinha, and killed Hiranyakashipu. This avatār was for the purpose of only one of his child devotees. The birth of this avatār was on Vaishakh sud 14.

Hiranyakashipu was the brother of Hiranyāksha, who was slain by Vishnu’s avatār Varāh, resulting in Hiranyakashipu’s antagonism toward Vishnu. These two brothers were Jay and Vijay, the guards to Vaikunth-Lok, in their previous birth. They were doomed to take birth as asurs due to the curse of Sanakādik.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-62

  Loya-3

  Loya-4

  Loya-18

  Panchala-2

  Panchala-4

  Gadhada II-64

  Vartal-18

  Bhugol-Khagol-1

  Amdavad-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase