॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ચૈતન્યાનંદ સ્વામી
પરમહંસો
ચૈતન્યાનંદ સ્વામીનો (પરમચૈતન્યાનંદ સ્વામી) જન્મ ઝાલાવાડ પ્રદેશના લીંબડી તાલુકાના શિયાણી ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ અજિતસિંહ હતું. તેમના પિતા ગેલાજી તથા માતા પામબા હતાં. રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી હતી. તેઓ ‘ચૈતન્યાનંદ સ્વામી’ તરીકે પણ ઓળખાય છે.
શ્રીજીમહારાજ તેમને ખૂબ આદર આપતા. મહારાજ માટે આવેલી કોઈ પણ ભેટ પ્રથમ પરમચૈતન્યાનંદ સ્વામી પાસે જાય ને પછી મહારાજ પાસે જાય.
કોઈ પ્રસંગે માનભંગ થવાથી તેઓ રીસાઈને સત્સંગમાંથી નીકળી ગયા, પણ તેમને મહારાજનો નિશ્ચય ટળ્યો નહોતો. તેમણે ધરમપુરનાં રાણી કુશળકુંવરબાને સત્સંગનો રંગ લગાડ્યો હતો. તેમણે ગોપાળનંદ સ્વામી થકી સત્સંગના મહિમાની અને મહારાજના સર્વોપરીપણાની વાતો સાંભળી ત્યારે તેઓ બોલી ઊઠ્યા, “બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.” ત્યાર પછી તેઓ સંતોને જવા-આવવાના રસ્તામાં આળોટતા અને ચરણરજ માથે ચઢાવતા અને સ્તુતિપ્રાર્થના કરતા, “હે મહારાજ! તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવજો.”
આ વાતનો ઉલ્લેખ અક્ષરબ્રહ્મગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાત ૬/૨૧૬માં કર્યો છે.
Chaitanyānand Swāmi
Paramhansas
Chaitanyānand Swāmi (Paramchaitanyānd Swāmi) was born in the Zālāvād region, in the village of Shiyāni of the Limbadi district. His name was Ajitsinha and his father was Gelāji and mother was Pāmabā. Rāmānand Swāmi gave him dikshā. He is also known simply as Chaitanyānand Swami.
Shriji Maharaj gave him great respect. Any gift brought to Maharaj was first cleared by Paramchaitanyānand Swami before making its way to Maharaj.
Once, his ego was hurt, so he left Satsang. However, his conviction in Maharaj did not waiver. He went to Dharampur and talked to the queen Kushalkunvarbā of the greatness of satsang. Later, when he returned to Satsang, he thoroughly understood the greatness of satsang from Gopālānand Swāmi. So he said, “I have been a guru for 12 years and a sadguru for 12 years but only today have I become a true satsangi.”
Afterward, he would roll on the path of the sadhus and spread the dirt of the feet they walked on on his head and prayed, “I cannot recognize your sadhus, so help me recognize them.”
This has been mentioned by Aksharbrahma Gunatitanand Swami in Swamini Vat 6/216.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.