॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નિત્યાનંદ સ્વામી

પરમહંસો

નિત્યાનંદ સ્વામી લખનૌ પાસેના દતિયા ગામના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દિનમણિ શર્મા હતું. તેમના વડીલો ગર્ભશ્રીમંત અને વિદ્વાન હતા તેથી લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ તેમને ત્યાં હતો. તેઓ નાનપણથી જ વિદ્યાભ્યાસમાં વિશેષ રુચિવાળા હતા. કાશી જઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ મુમુક્ષુ હોવાથી કેવળ શાસ્ત્ર અભ્યાસ ઈશ્વર પ્રાપ્તિ માટે પૂરતો ન જણાતાં અભ્યાસના બહાને એ જમાનામાં પોતાને વારસામાં પ્રાપ્ત થયેલ ૮૦,૦૦૦ રૂપિયાની મિલકતનો ત્યાગ કરીને ભગવાનની શોધમાં નીકળ્યા. તેમને ઊંઝા ગામમાં મહારાજનાં દર્શન થતાં પૂર્વેની ઓળખાણથી જ ભગવાનપણાનો નિશ્ચય થયો અને મહારાજ પાસે રોકાઈ ગયા.

મેઘપુર ગામમાં શ્રીહરિએ તેમને ભાગવતી દીક્ષા આપી ‘નિત્યાનંદ’ એવું નામ આપ્યું. પોતે બુદ્ધિશાળી હોવાથી મહારાજે તેમને વધુ અભ્યાસ કરાવ્યો. તેઓએ પોતાની બુદ્ધિ પ્રતિભાથી વડોદરામાં ગાયકવાડની સભામાં, જૂનાગઢમાં નવાબની સભામાં, અમદાવાદની સભામાં પ્રતિપક્ષીને પરાસ્ત કરી મહારાજ અને સંપ્રદાયનું ગૌરવ વધાર્યું હતું. તેઓને મહારાજનો સર્વોપરી નિશ્ચય હતો. ‘સત્સંગિજીવન’ ગ્રંથના રચનાકાળે તેમની ઉપાસનાની દૃઢતા જોઈ મહારાજ બોલેલા કે: “ઉપાસક તો આવા હોવા જોઈએ.” આ ઉપરાંત ‘વચનામૃત’ ગ્રંથનું સંપાદન કરવામાં પણ તેમનો મુખ્ય ફાળો છે અને તેમણે અન્ય ઘણા ગ્રંથો રચ્યા છે. તેઓ પૂર્વાશ્રમમાં મૂળ હિંદીભાષી હોવા છતાં શિક્ષાપત્રીનું ગુજરાતી ભાષાંતર તેમણે કરેલું છે. તેમણે રચેલાં સ્તોત્ર આજે પણ સંપ્રદાયમાં ગવાય છે. તેઓ ગઢડા સ્થિત ‘રાધાવાવ’ના તળિયે બેસી કલાકો સુધી શ્રીજીની મૂર્તિનું ધ્યાન કરતા. મહારાજે વચનામૃત ગઢડા અંત્ય ૨૪માં કહ્યું છે કે: “નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ.”

Nityānand Swāmi

Paramhansas

Nityānand Swāmi was a brāhmin from Datiyā which is near Lucknow. His name was Dinmani Sharmā. His family was wealthy and scholarly from generations. Both Lakshmi (wealth) and Saraswati (knowledge) presided in his family. Dinmani himself showed a preference for study of scriptures from a young age. He studied scriptures in Kashi; however, because of his strong past sanskārs, he knew scriptural study did not suffice to reach God. Therefore, he left his share of 80,000 rupees of inheritance and set out to search for God. He first met Shriji Maharaj in the village Unza. In his first meeting, Dinmani felt he had known Shriji Maharaj from his past and developed conviction that he is in fact God. He stayed with Maharaj henceforth.

Shriji Maharaj gave him dikshā in Meghpur and named him Nityānand. Since he was intelligent, Maharaj arranged for him to study further. He increased Maharaj’s and the Swaminarayan Sampraday’s fame by winning scholarly debates against opposing scholars in Vadodarā, Junāgadh, and Amdāvād. He believed Maharaj was supreme, the cause of all avatārs. When Satsangijivan was being written, Nityānand Swāmi held his ground in describing Maharaj as the cause of all avatārs instead of equal to an avatār. Maharaj was pleased and said, “A true upāsak should be like Nityānand Swāmi.” Nityānand Swāmi was also instrumental in compiling the Vachanamrut. He has written many other granths. His native language was Hindi; however, he has written the Gujarati translation of the Shikshāpatri. Some of the stotras written by him are still sung today. He mainly stayed in Gadhada. He spent many hours meditating on Maharaj’s murti near Rādhāvāv (a step-well). Maharaj has praised him in Vachanamrut Gadhada III-24: “Nityānand Swāmi [has] the virtue of desiring to please me.”

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-13

  Gadhada I-47

  Gadhada I-63

  Gadhada I-70

  Gadhada I-71

  Gadhada I-73

  Sarangpur-6

  Sarangpur-11

  Kariyani-1

  Kariyani-4

  Kariyani-9

  Loya-1

  Loya-7

  Loya-10

  Loya-13

  Loya-15

  Loya-17

  Panchala-2

  Panchala-7

  Gadhada II-58

  Gadhada II-66

  Vartal-5

  Vartal-17

  Vartal-20

  Amdavad-3

  Gadhada III-3

  Gadhada III-13

  Gadhada III-24

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase