॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મૂળજી બ્રહ્મચારી

પરમહંસો

મૂળજી બ્રહ્મચારીનું પૂર્વાશ્રમનું નામ જગન્નાથ હતું. તેઓ અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે મછિયાવ ગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ કુળમાં સં. ૧૮૨૨માં જન્મ્યા હતા. નાનપણથી જ ભક્તિ અને વૈરાગ્યેયુક્ત હતા. ઘરે લગ્નની વાત ચાલી ત્યારે સ્પષ્ટ ના પાડી અને ઘરનો ત્યાગ કરી ફરતાં ફરતાં રામાનંદ સ્વામી પાસે લોજમાં આવી દીક્ષા લીધી અને મુકુંદાનંદ વર્ણી નામ ધારણ કર્યું. લોકો તેમને મૂળજી બ્રહ્મચારી તરીકે પણ ઓળખતા.

મહારાજ ગાદી પર આવ્યા ત્યારે તેઓને પોતાની અંગત સેવામાં રાખેલા. નૈષ્ઠિક વ્રતધારી આ બ્રહ્મચારી મહારાજની દાતણથી માંડીને સાંજે પોઢવા સુધીની તમામ સેવા કરતા. એક વાર મહારાજે વગર વાંકે તેમને વિમુખ કરી કાઢી મૂક્યા અને જોડા ન પહેરવાનો તથા ગળ્યું-ચીકણું ન ખાવાનો નિયમ આપ્યો. છતાં મહારાજનો અભાવ આવ્યો નહીં. પછી પાછા સત્સંગમાં લીધા તો તરત સેવામાં જોડાઈ ગયા. તેઓ અતિનિષ્કામી હોવાથી મહારાજને તેમના હાથની જ સેવા ગમતી. મહારાજનાં અનેક મનુષ્ય ચરિત્રોમાં દિવ્યભાવ રાખી પડછાયાની જેમ મહારાજની સેવા કરી છે. વચનામૃતમાં શ્રીજીમહારાજે ઘણી વખત તેમની પ્રશંસા કરી છે. સં. ૧૯૦૪ના ભાદરવા માસમાં ગઢડામાં તેઓ અક્ષરનિવાસી થયા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરના પ્રથમ ખંડમાં તેમની મૂર્તિ પધરાવી છે.

બીજાં નામ: મુકુંદ બ્રહ્મચારી

Mulji Brahmachāri

Paramhansas

Mulji Brahmachāri’s name before initiation was Jagannāth. He was born in Samvat 1822 to an Audichya brahmin family in the village Machhiyāv (near Sānand) in the Amdāvād district. From childhood, he was inclined to bhakti and was detached from worldly life. When the talk of his marriage began, he clearly said no and renounced his home. Eventually, he found Rāmānand Swāmi in Loj and obtained dikshā from him and was named Mukundānand Varni. People called him Mulji Brahmachāri.

When Shriji Maharaj took over the reigns of the sampradāy, he kept him in his personal service. He practiced eight-fold celibacy. He served Maharaj from morning, when Maharaj woke up and brushed his teeth, till night when Maharaj went to sleep. Once, Maharaj excommunicated him without any fault. Moreoever, he told him to abstain from eating sweet and oily foods. Yet, he did not develop any aversion toward Maharaj. He was taken back into Satsang and he instantly went back to serving Maharaj. Because he was free of any worldly desires, Maharaj only accepted his service. He followed Maharaj like a shadow and always perceived divinity in all of Maharaj’s human-like actions. Maharaj has praised him in many Vachanamruts. In the month of Bhadarva of Samvat 1904, he left his mortal body in Gadhada. Brahmaswarup Shastriji Maharaj installed his murti in the first shrine in Sarangpur mandir.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-73

  Kariyani-6

  Loya-3

  Gadhada II-33

  Gadhada II-47

  Gadhada II-52

  Gadhada II-57

  Amdavad-3

  Gadhada III-26

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase