॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કૃષ્ણ ભગવાન

અવતારો

શ્રીકૃષ્ણ એ વિષ્ણુના મુખ્ય દશ અવતારોમાંનો આઠમો અવતાર છે. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. ઈશ્વરચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે. કંસ, જરાસંધ, કાળયવન અને કૌરવોનાં પાપથી આર્યાવર્તને છોડાવવા લીલા અવતાર યોગેશ્વર શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ મથુરાની કેદમાં દેવકી માતાની (પિતા વસુદેવ) કૂખે અવતર્યા.

ગોકુળ-વૃંદાવનમાં બાળલીલા કરી અને અસુરોનો સંહાર કર્યો. મથુરામાં કંસનો વધ કર્યા પછી ઉગ્રસેનને ગાદી સોંપી. દ્વારકા વસાવી. ૧૬,૧૦૮ રાજકન્યાઓને પરણ્યા. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ તરીકે અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો, જે ભારત વર્ષનું અદ્‌ભુત હિંદુશાસ્ત્ર ગણાય છે. કૌરવોનો સંહાર કરી પાંડવોને પોતાનું રાજ્ય પાછું અપાવ્યું. ઉદ્ધવજીને પોતાના જ્ઞાનનો વારસો સોંપી પ્રભાસક્ષેત્રમાં સ્વેચ્છાએ એક પારધીના બાણથી દેહત્યાગ કર્યો.

મહાભારત ગ્રંથમાં શ્રીકૃષ્ણનું જીવન વાંચવા મળે છે. ભગવાન વેદ વ્યાસે શ્રીકૃષ્ણનાં દિવ્ય લીલા ચરિત્રો શ્રીમદ્‌ભાગવતમાં પણ કહ્યાં છે.

શ્રીકૃષ્ણનાં બીજાં નામો: રણછોડરાઈ, ગોપાલ, કનૈયો, કાન, જશોદા નંદન, દ્વારિકાનાથ, વગેરે.

વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શ્રીકૃષ્ણનું મિષ લઈને પોતાની વાત કરી છે. માટે નીચે આપેલાં વચનામૃતોની યાદી શ્રીકૃષ્ણ અવતાર તરીકે ઉલ્લેખ્યા હોય તે સમજવાં. દા. ત. વચનામૃત વરતાલ ૨માં મહારાજે “શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિષે સદા...” આવા શબ્દો વાપર્યા છે તે અહીં શ્રીકૃષ્ણ એટલે પોતે. કારણ કે આગળ આ જ વચનામૃતમાં “રામકૃષ્ણાદિક” આવો શબ્દ પ્રયોગ કર્યો છે માટે અહીં રામ, કૃષ્ણ, આદિક કહીને કૃષ્ણ અવતારને જુદો પડ્યો છે.

Krishna Bhagwān

Avatars

Shri Krishna is the eighth of the ten major avatārs of Vishnu. In terms of the five eternal entities, Krishna is of the ishwar entity, which is capable of incarnation when Parabrahma Purushottam Narayan enters the ishwar. Krishna was born to Vasudev and Devki on Shravan vad 8 in Mathura in a prison cell, where Kansa had imprisoned them. Krishna is one of the lilā avatārs, born to slay many sinful people, including Kansa, Jarasandh, Kal-yavan, and the Kauravs.

Krishna spent his childhood in Gokul and Vrundavan, where he killed many demons. He killed the evil Kansa in Mathura and restored Ugrasen as the king. He then established the city of Dwarika. He married 16,108 maidens. In the Mahabharat war, he became Arjun’s charioteer and gave him the knowledge found in the Gita - which became one of the fundamental scriptures of the Hindu faith. Krishna helped the Pandavs reclaim the rule of their kingdom Hastinapur. He also entrusted Uddhavji with his knowledge and made him his successor. In Prabhas-Kshetra, he ended his life by being killed by a hunter’s arrow.

The major scripture that captures Krishna’s life is Mahabharat, written by Ved Vyas. His divine incidents are also found in the Shrimad Bhagwan.

Krishna’s other names are: Ranchhodrai, Gopal, Kanaiyo, Kan, Jashoda Nandan, Dwarikanath, etc.

In the Vachanamrut, Bhagwan Swaminarayan uses Krishna’s name to refer to God in general, i.e. refer to himself. Therefore, Vachanamruts listed below are the ones that specifically refers to Krishna as the avatār mentioned above. For example, in Vachanamrut Vartal 2, Maharaj mentions that “In his own Akshardhām, Shri Krishna Purushottam Bhagwān eternally possesses a divine form...” Here, he used the name of Krishna to refer to himself, because later in this same Vachanamrut, Maharaj uses the words “Ram, Krishna, and other avatārs”, meaning that here Krishna refers to the avatār as a separate entity.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-4

  Gadhada I-15

  Gadhada I-23

  Gadhada I-30

  Gadhada I-42

  Gadhada I-56

  Gadhada I-66

  Gadhada I-70

  Gadhada I-73

  Gadhada I-78

  Kariyani-8

  Kariyani-9

  Kariyani-11

  Loya-7

  Loya-11

  Loya-12

  Loya-14

  Loya-18

  Panchala-2

  Panchala-3

  Panchala-4

  Panchala-6

  Panchala-7

  Gadhada II-1

  Gadhada II-6

  Gadhada II-8

  Gadhada II-10

  Gadhada II-13

  Gadhada II-16

  Gadhada II-18

  Gadhada II-20

  Gadhada II-21

  Gadhada II-26

  Gadhada II-35

  Gadhada II-42

  Gadhada II-54

  Gadhada II-58

  Gadhada II-62

  Gadhada II-65

  Vartal-2

  Vartal-3

  Vartal-6

  Vartal-10

  Vartal-12

  Vartal-13

  Vartal-18

  Gadhada III-2

  Amdavad-4

  Jetalpur-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase