Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ભજનાનંદ સ્વામી
પરમહંસો
ભજનાનંદ સ્વામી વિદ્વાન હતા અને કથાવાર્તા કરવામાં કુશળ હતા. તેઓ સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને વિદ્યાર્થી સંતોને અભ્યાસ કરાવતા. તેઓ વૈદ્ય પણ હતા. તેમણે ઘણા ખોજા જ્ઞાતિના મુમુક્ષુઓને ઉપદેશ આપી મહારાજના આશ્રિત કર્યા હતા, તેથી ખોજા જ્ઞાતિના સત્સંગીઓના ગુરુ પણ કહેવાતા.
Bhajanānand Swami
Paramhansas
Bhajanānd Swāmi was a scholar. He was proficient in discourses. He studied Sanskrit and taught other sadhus. He was also an Ayurvedic doctor. He preached to many Khojā aspirants who accepted Shriji Maharaj’s refuge. He was known as the guru of the Khojās.