॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કૌરવ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

ગાંધારી અને ધૃતરાષ્ટ્રના સો પુત્રો કૌરવ કહેવાય છે. એક વાર ક્ષુધા અને પરિશ્રમથી પીડાતા વ્યાસજી ગાંધારી પાસે આવ્યા અને ગાંધારીએ તેમની સેવા કરી. વ્યાસજીએ વરદાન માંગવા કહ્યું ત્યારે ગાંધારીએ પતિ સમાન સો પુત્રો માંગ્યા. પછી ગાંધારીએ ગર્ભધારણ કર્યો પણ બે વર્ષ સુધી પ્રસવ થયો નહીં. આથી અતિશય દુઃખ સહન કરી ગર્ભપાત કર્યો. પરંતુ લોખંડ જેવી કઠણ માંસપેશી સ્રવી. તેણે તે નાખી દેવા વિચાર્યું. ત્યાં વ્યાસજી આવ્યા અને તેમને વાત કરી. આથી વ્યાસજીએ ૧૦૦ ઘી ભરેલા કુંડા તૈયાર કરાવ્યા ને માંસપેશી પર ઠંડું પાણી રેડી સો ટુકડા કર્યા. સો ભાગ કરતા એક ભાગ વધ્યો. દરેક ટુકડા એક કુંડામાં મુકાવી ગુપ્ત જગ્યાએ રખાવ્યા ને બે વર્ષ બાદ ઉઘાડવા કહ્યું. બે વર્ષ પછી તેમાંથી ૧૦૦ પુત્રો પ્રાપ્ત થયા ને એક પુત્રી થઈ. કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન હતો. તે ખૂબ ઘમંડી અને લાલચુ હતો. તેણે પાંડવો સાથે વેર રાખતાં મહાભારતનું યુદ્ધ થયું હતું.

જ્યારે વ્યાસજી સો ટુકટા કરતા હતા ત્યારે ગાંધારીએ એક પુત્રી પણ માંગી, માટે વ્યાસજીએ ૧૦૧ ટુકડા કર્યા - આવી પણ વાત મળે છે.

Kaurav

People in Shastras

The 100 sons of Gāndhāri and Dhrutrāshtra are known as the Kauravas. Once, tired and hungry Vyāsji came to Gāndhāri, who served him with care. Vyāsji was pleased and granted her a boon. Gāndhāri asked for 100 sons who were as powerful as her husband. Accordingly, she became pregnant. However, two years passed and she did not deliver. She aborted the pregnancy bearing great pain. However, she delivered a hard piece of flesh. She decided to dispose of the flesh, but Vyāsji appeared and told her to prepare 100 jars of ghee. Then, he poured cold water on the flesh and divided it into 100 pieces, leaving one piece left over. He put the 100 pieces of flesh in each jar and had them hidden for two years, after which they could be opened. Two years later when the jars were opened, Gāndhāri acquired 100 sons and 1 daughter. The oldest of the Kauravas was Duryodhan. He was arrogant and greedy. He developed enmity toward the Pandavas, leading to the Mahabharat war.

It has also been mentioned that when Vyāsji was dividing the flesh, Gāndhāri asked for a daughter too. So Vyāsji divided the flesh into 101 pieces.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-70

  Vartal-1

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase