॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પરીક્ષિત

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

પરીક્ષિત અર્જુનનો પૌત્ર અને અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર હતો. યુદ્ધમાં પરાસ્ત થયેલા અશ્વત્થામાએ પાંડવકુળના નાશ માટે ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું, આથી ઉત્તરાને ગર્ભપાત થયો અને મૃત પિંડ બહાર આવ્યો પણ કૃષ્ણે તેને યોગબળથી જ જીવતો કર્યો. તે જન્મતાંની સાથે ચારેતરફ જોતો હતો, આથી તેનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું હતું. પાંડવો વનમાં તપ કરવા ગયા ત્યારે તેને ગાદીએ બેસાડ્યો. પરીક્ષિતના શરણે કળિયુગ આવેલો અને પરીક્ષિતે તેને રહેવા માટે જુગાર, વ્યભિચાર, મદ્ય, હિંસા અને સુવર્ણ એમ પાંચ સ્થાન આપેલાં. એક વાર શમિક ઋષિના આશ્રમમાં પોતાનું સન્માન ન થવાથી ક્રોધે ભરાયેલા પરીક્ષિતે મરેલો સર્પ ઋષિના ગળામાં નાંખ્યો અને જતો રહ્યો. જ્યારે ઋષિપુત્ર શૃંગીને ખબર પડી ત્યારે તેણે પરીક્ષિતને શાપ આપ્યો કે સાત દિવસમાં તક્ષક નાગ કરડવાથી તારું મૃત્યુ થશે. આ વાતની જાણ પરીક્ષિતને થઈ. ત્યારબાદ શુકદેવજી તેને મળ્યા અને તેને શ્રીમદ્‌ભાગવત સંભળાવી નિર્ભય કર્યો. ભાગવતમાં શ્રીકૃષ્ણની રાસલીલાનું વર્ણન સાંભળી તેમને ભગવાનમાં સંશય થયેલો, જે શુકદેવજીએ ટાળ્યો ને સાતમા દિવસે કથા પૂરી થઈ ત્યારે રાજાને કથાના પ્રભાવથી મૃત્યુનો ભય જતો રહ્યો હતો. રાજા તક્ષકના ડંસથી મૃત્યુ પામ્યો.

Parikshit

People in Shastras

Parikshit was the grandson of Arjun and son of Abhimanyu and Uttarā. Ashwatthāmā, angry from being defeated in the Mahabharat war, decided to destroy the lineage of Pāndavas by killing Uttarā’s unborn child. He released the Brahmāstra on the fetus. Therefore, Uttarā had a stillborn; however, Krishna gave him life using his yogic powers. The child was active in observing his surroundings, so he was named Parikshit. When the Pāndavas renounced their reign, they crowned him king of Hastinapur. Kali-yug had come to the refuge of Parikshit. Parikshit gave him five places to reside: gambling, adultery, drinking of intoxicating substances, violence, and gold (wealth). Once, when he came upon Shamik Rishi’s hermitage and was not welcomed because the rishi was deep in meditation, he put a dead snake around his neck. The rishi’s son Shrungi cursed the king that he shall die in seven days by the bite of a Takshak cobra. Parikshit was informed of his impending death. He met Shukdevji who narrated the Shirmad-Bhagwat to him and freed him from the fear of death. Hearing the rās-lilā of Krishna Bhagwan from the Bhagwat, he perceived human traits in Krishna. Shukdevji destroyed those doubts in him mind and he overcame fear of death. On the seventh day, he was bit by the Takshat cobra and fearlessly invited his death.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-23

  Gadhada I-72

  Loya-12

  Gadhada II-10

  Gadhada II-17

  Gadhada II-61

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase