॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અર્જુન

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

દુર્વાસા ઋષિના મંત્રબળે ઇન્દ્રના અંશથી કુંતી થકી અર્જુનનો જન્મ થયો. તેણે દ્રોણાચાર્ય પાસે શસ્ત્ર અને અસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પાંચ પાંડવોમાંનો ત્રીજો પાંડવ હતો. બ્રાહ્મણવેશે દ્રૌપદીના સ્વયંવરમાં જઈ મત્સ્યયંત્રનો વેધ કરી દ્રૌપદીને વર્યો. કૃષ્ણની સલાહથી સુભદ્રાનું હરણ કર્યું. કામ્યકવનમાં તેણે કઠણ તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી કવચ અને કુંડળ મેળવ્યાં. અર્જુનને વરુણદેવે કપિની ધ્વજાવાળો દિવ્ય રથ અને ગાંડીવ નામનું ધનુષ્ય આપ્યા. અર્જુન સ્વર્ગમાં ગયો, ત્યાં પાંચ વર્ષ રહી અસ્ત્રશસ્ત્રની વિદ્યા, ગાવાની, વગાડવાની અને નાચવાની કળા શીખ્યો. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને લડવાની ના પાડી, ત્યારે તેના સારથિ શ્રીકૃષ્ણે તેને યુદ્ધ માટે સજ્જ કરવા ગીતાનો ઉપદેશ આપ્યો. અર્જુન નર ઋષિનો અંશ હતો. બન્ને હાથે બાણ ચલાવી શકતો માટે સવ્યસાચી કહેવાતો.

શ્રીજી મહારાજે ઘણાં વચનામૃતોમાં અર્જુનનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જ્યારે દિવ્યભાવ-મનુષ્યભાવની સૈદ્ધાંતિક વાત કરી છે ત્યારે અર્જુનનું દ્રષ્ટાંત આપ્યું છે (પંચાળા ૪). તેણે મહાભારત યુદ્ધના પ્રારંભમાં શ્રીકૃષ્ણ ભગવાનનું વિશ્વરૂપ જોવાની ઇચ્છા થઈ. શ્રીકૃષ્ણે તે રૂપ બતાવ્યું પણ મહાશૂરવીર અર્જુન ભયભીત થઈ ગયો અને દર્શનનું સુખ ન આવ્યું. આ વાત કરીને મહારાજ સમજાવે છે કે ભગવાન પૃથ્વી પર પધારે છે ત્યારે ભક્તોના સુખ માટે મનુષ્ય જેવી જ ચેષ્ટા કરે છે.

Arjun

People in Shastras

Arjun was born to Kunti when she invoked Indra by using the mantra given to her by Durvasa Rishi. He learned the art of weaponry from Acharya Drona. He is the third Pandav of the five. He had won Draupadi’s hand in marriage by winning the contest of shooting a fish in the eye while balancing on scales. He had abducted and married Subhadra on the advice of Krishna. He pleased Shiva by performing austerities and gained an armor and earrings. Varundev gave him a chariot with the flag of Hanuman and a bow named Gāndiv. He spent five years in swarg-lok and learned weaponry, singing, playing musical instruments, and dancing.

In the Mahabharat war, when he refused to fight, Krishna preached to him the message found in the Gita. Arjun is known as the incarnation of Nar Rushi (Krishna is Narayan Rushi). He was ambidextrous - able to shoot arrows with both hands.

Shriji Maharaj has mentioned Arjun in many Vachanamruts. However, when he spoke of divyabhāv and manushyabhāv (Panchala 4), he has given Arjun’s example: Arjun wished to see Krishna’s Vishwarup form prior to Mahabharat war. When Krishna showed him this form, the valiant Arjun was terrified and did not enjoy the bliss of that darshan. Hence, Shriji Maharaj says that when God comes on the earth, he assumes a human form and behaves like a human for the bliss of his devotees.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-25

  Gadhada I-66

  Gadhada I-70

  Kariyani-8

  Loya-18

  Panchala-4

  Panchala-6

  Gadhada II-9

  Gadhada II-10

  Gadhada II-16

  Gadhada II-17

  Gadhada II-28

  Vartal-18

  Jetalpur-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase