॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નિષ્કુળાનંદ સ્વામી

પરમહંસો

નિષ્કુળાનંદ સ્વામી જામનગર પાસેના શેખપાટ ગામના હતા. તેમનું નામ લાલજી સુથાર હતું. તેઓ રામાનંદ સ્વામીના આશ્રિત હતા. રાત્રે તેઓ મૂળજીભક્ત (ગુણાતીતાનંદ સ્વામી) સાથે ગોષ્ઠી કરતા. એક વાર મહારાજે તેમને કચ્છ-ભુજ જવા ભોમિયા તરીકે સાથે લીધા ને બધું ત્યાગ કરાવી સાધુ બનાવ્યા હતા. આમ, તેમણે સહજમાં જ સંસારનો ત્યાગ કરેલો. તેઓએ પોતાના દીકરાને ઉપદેશ આપી સાધુ કર્યા હતા. નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં ત્યાગ-વૈરાગ્યની ખુમારી હતી, જે તેમનાં પદોમાં જોવા મળે છે. મહારાજે પોતાના પ્રાગટ્યના છ હેતુ ગોપાળાનંદ સ્વામીને કહ્યા તે તેમણે પણ સાંભળેલા. તેઓ ધોલેરા મંદિરના મહંત હતા. વડતાલમાં તેમણે બનાવેલો બાર બારણાનો હિંડોળો તેમની કાષ્ઠ કલાનું ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લે જ્યારે માંદા પડ્યા ત્યારે ભક્તોએ તેમના વતી મહારાજને પ્રાર્થના કરી ત્યારે તેમણે દેહના દુઃખ માટે પ્રાર્થના કરવાની ના પાડી. તેઓ કોઈ સાહિત્ય કે સંસ્કૃત ભણ્યા ન હતા, છતાં પણ તેમણે યમદંડ, પુરુષોત્તમ પ્રકાશ, ચોસઠપદી, ભક્તચિંતામણિ જેવા ૨૩ જેટલા ગ્રંથો રચ્યા છે. તેઓ સત્સંગમાં ‘વૈરાગ્યની મૂર્તિ’ તરીકે ઓળખાય છે.

Nishkulānand Swāmi

Paramhansas

Nishkulānand Swāmi was from Shekhpāt, a village near Jāmnagar. His name was Lālji Suthār. He was a devotee of Rāmānand Swāmi. He often met Mulji Bhakta (Gunātitānand Swāmi) for spiritual talks. Once, Shriji Maharaj took him along his tour of Kutch-Bhuj since he was familiar with the region. On the way, Maharaj had him give away his food, water, and money. Then, he gave him dikshā as a sadhu. Lālji Suthār easily became a sadhu; such was his vairāgya. He also preached to his son and inspired him to become a sadhu. His detachment from the world is reflected in his kirtans. Maharaj conveyed his six purposes for incarnating on the earth to Gopālānand Swāmi. Nishkulānand Swāmi overheard them and wrote the Purushottam Prakāsh as a result. He was the mahant of Dholerā mandir. He made the swing with twelve sides in Vartāl, showing his skill in carpentry. During his final days, the devotees prayed to Maharaj for his well-being. However, Swāmi told them not to pray for him. He was not learned in history or Sanskrit; yet, he wrote Yamdand, Purushottam Prakāsh, Chosath Padi, Bhaktachintāmani, etc. totaling 23 such granths. He is known in Satsang as the embodiment of vairāgya.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Kariyani-3

  Gadhada III-26

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase