॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ધર્મકુળ

સત્સંગી ભક્તો

વચનામૃત ગઢડા પ્રથમ ૧ પ્રમાણે ‘ધર્મકુળ’ ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે અને વચનામૃત વરતાલ ૧૮ પ્રમાણે ‘ધર્મકુળ’ એટલે ધર્મદેવનાં વંસજો.

ધર્મદેવ અને ભક્તિમાતા થકી જન્મ ધર્યો હતો માટે ભગવાન સ્વામિનારાયણને ધર્મકુળ કહેવામાં આવે છે. વળી જ્યાં ધર્મે સહિત ભક્તિ છે ત્યાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે.

વચનામૃત ગઢડા પ્રથમ ૧માં મહારાજે ‘ધર્મકુળ’ નામ વાપરીને વાત કરી છે. તેનો અર્થ પાદટીપમાં આ રીતે છે:

ધર્મ એટલે શ્રીહરિના પિતાશ્રી, તેમનું કુળ એટલે ધર્મકુળ અર્થાત્ શ્રીજીમહારાજ; માટે શ્રીજીમહારાજને આશ્રીત એટલે ધર્મકુળને આશ્રીત. ‘ધર્મકુળ’ શબ્દથી રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજોને કહેવામાં આવે છે, પરંતુ આ વચનામૃત લખાયું ત્યારે અર્થાત્ ૧૮૭૬માં તેઓ આવ્યા જ ન હતા. સંવત ૧૮૭૭માં બંને ભાઈઓ લોયામાં શ્રીજીમહારાજને મળે છે, તેમ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં પૂર: ૨૪, તરંગ: ૩૯-૫૫માં વર્ણન છે. તેથી અહીં ‘ધર્મકુળ એટલે શ્રીજીમહારાજ,’ તેવો અર્થ યોગ્ય છે. વળી, ‘ધર્મકુળને આશ્રીત’ એવો શબ્દ અહીં છે. આશ્રય તો રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજો તથા સંતો-હરિભક્તો તમામ સ્વામિનારાયણ ભગવાનનો જ કરે છે. તેથી પણ અહીં ‘ધર્મકુળ’ શબ્દથી શ્રીજીમહારાજ જ અભિપ્રેમ છે.

વચનામૃત વરતાલ ૧૮માં ધર્મકુળની વાત કરી છે ત્યાં પોતે આચાર્યો નિયુક્ત કર્યા તેમ સમજવું.

ભગવાન સ્વામિનારાયણનો પરિચય મેળવવા જુઓ શ્રીજી મહારાજ.

Dharmakul

Satsangi Bhaktas

‘Dharmakul’ refers to Bhagwan Swaminarayan in Vachanamrut Gadhada I-1 and the family of Dharmadev in Vachanamrut Vartal-1.

Because he was born in the family of Dharmadev and Bhaktimata, he is known as Dharmakul. Moreover, wherever there is bhakti coupled with dharma, there resides Shri Hari.

In Vachanamrut Gadhada I-1, Maharaj has used the word ‘Dharmakul’ to refer to himself. The Gujarati Vachanamrut explains the meaning of this name in the footnote as follows:

‘Dharma’ is the father of Shri Hari. His family is ‘Dharmakul’ - meaning Shriji Maharaj. Therefore, one who seeks the refuge of Shriji Maharaj means he has sought the refuge of Dharmakul. Typically, Dharmakul refers to the descendants of Rampratapbhai (Maharaj’s older brother) and Ichchharam (Maharaj’s younger brother). However, when this Vachanamrut was written in Samvat 1876, they had not arrived in Gadhada yet. In Samvat 1877, both brothers met Shriji Maharaj for the first time in Loya, as according to Shriharicharitramrut Sagar, Pur 24, Tarang 39-55. Therefore, Dharmakul refers to Shriji Maharaj in this instance of the Vachanamrut. Moreover, in this Vachanamrut, Maharaj says: One who has the refuge of Dharmakul. Even Rampratapbhai, Ichchharambhai and their descendants, as well as other sadhus and devotees seek the refuge of Shriji Maharaj. Therefore, Dharmakul being equal to Shriji Maharaj is fitting.

In Vachanamrut Vartal 18, Dharmakul refers to the fact that Shriji Maharaj appointed the two āchāryas from the family of Dharmakul.

To read about Bhagwan Swaminarayan, see Shriji Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૧

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase