॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જનક રાજા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સ્વાયંભુવ મનુના બીજા પુત્ર નિમિ હતા. તેમણે યજ્ઞ કરાવ્યો હતો. વશિષ્ઠના શાપથી તેઓ મૃત્યુ પામ્યા. ઋષિઓએ રાજ્યના રાજા ન હોવાથી તેમના દેહનું દોહન કર્યું. તેમાંથી પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થયા, માટે વિદેહી તરીકે ઓળખાયા. તેમણે મિથિલાપુરી વસાવી (તે બંગાળ અને બિહાર વચ્ચે છે). તેના પછી જે રાજા થયા તે જુદા જુદા નામના જનક કહેવાયા. શુકદેવજીએ જનકની સ્થિતિ જોઈ તેમને ગુરુ કર્યા હતા.

ધર્મધ્વજ નામના જનક રાજાની પરીક્ષા કરવા સુલભા નામની સંન્યાસિની આવી. ત્યારે જનકે કહ્યું, “મેં મારા ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે મને મોહ નહીં થાય.” બે બ્રાહ્મણોએ પરીક્ષા કરવા જનકને પૂછ્યું, “તમે કઈ રીતે વિદેહી છો?” ત્યારે જનકે કહ્યું, “તમારી વૃત્તિ મોતની બીકથી તેલથી ભરેલા કટોરાને વિષે સ્થિર થઈ, તેમ સર્વ ક્રિયામાં મારી વૃત્તિ કાળના ભયથી ભગવાનમાં સ્થિર રહે છે.”

જનદેવ નામના જનક અષ્ટાવક્રની કથામાં દરરોજ બેસતા. ઋષિએ જનકની સ્થિતિ દેખાડવા માટે મિથિલા નગરીમાં માયાવી આગ લગાડી. જનકે કહ્યું, “આ મિથિલાનગરી બળે છે તેમાં મારું કશું બળતું નથી.” વહેવારમાં રહેવા છતાં નિર્લેપ રહેતા.

King Janak

People in Shastras

Nimi was the second son of Swāyambhuv Manu. He had performed a yagna. He died because of Vashishtha’s curse. Since there was no king in their kingdom, the rishis extracted his body and conjured a son. He was called Janak. Since he was born not from an intact body, he was known as videhi. He populated the city Mithilā, which is between Bangāl and Bihār. All of the kings that followed were given the title ‘Janak’. Shukdevji saw the elevated state of King Janak and accepted him as his guru.

Sulabhā, an ascetic woman, came to test King Janak called Dharmadhwaj. Janak told her, “I have gained wisdom from my guru; therefore, I will not become infatuated with you.” Once, two brāhmins came to ask Janak why he was referred to as videhi. Janak said, “Just as your mind was focused on the glass of oil because you feared death upon spilling it and having your head severed, my mind remains on God in every activity due to the fear of death.”

King Janak known as Jandev listened to Ashtāvakra’s kathā daily. To show the other rishis his elevated state, Ashtāvakra set Mithila on an illusionary fire. Janak said, “This Mithila city is burning but nothing of mine is burning.” Despite being active in social duties as a king, he remained aloof of all activities.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase