॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પ્રેમાનંદ સ્વામી

પરમહંસો

પ્રેમાનંદ સ્વામીનો જન્મ નડિયાદ પાસેના ગામમાં સાઠોદરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા અતિશય સ્વરૂપવાન હતાં અને પિતાને લોકોએ ‘ગાંડા’ તરીકે વગોવેલા. આથી તેમનો જન્મ થતાં જ લોક દબાણથી તેમની માતા તેઓને એક ઝાડની બખોલમાં તરછોડી જતાં રહેલાં. પીંજારાએ તેઓનું પાલન કર્યું. જ્યારે રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી આપી ત્યારે તેઓ પાલક પિતા સાથે જેતપુર આવેલા અને મહારાજે ત્યાં જ રાખી લીધેલા. તેમને ઉજ્જૈન જઈને સંગીત શીખવા આજ્ઞા કરી. આથી ત્યાં જઈ વિદ્યા પ્રાપ્ત કરી ગઢડા મહારાજને મળ્યા. દીક્ષા આપી ‘નિજબોધાનંદ’ નામ પાડ્યું. બીજું નામ ‘પ્રેમાનંદ’ હતું, જે પ્રચલિત છે. તેમનાં પ્રેમપ્રચુર પદોમાં શ્રીહરિ પ્રત્યેનો તેમનો ભાવ-પ્રવાહ વહે છે. એમનું હૃદય ભક્તિભીનું હતું. તેઓ સારા કવિની સાથે ગાયક પણ હતા. તેમની ગાયકીથી સંધ્યા પણ સવારમાં પલટાઈ જતી. તેઓ મહારાજના અષ્ટકવિમાંના એક હતા. તેમણે રચેલાં ૧૪,૦૦૦થી વધુ પદોમાં મહારાજની નખશિખ મૂર્તિનું વર્ણન આવે છે. તેમનાં પદોમાં શૃંગારરસ પણ ભક્તિની ભૂમિકાએ પહોંચેલો છે. મહારાજના ધામગમન બાદ તેમનાં પદોમાં વિરહનો ભાવ વિશેષ જણાય છે.

Premānand Swāmi

Paramhansas

Premānand Swāmi was born in a village near Nadiād to a Sāthodar brāhmin family. His mother was very beautiful; but everyone teased his father as being insane. When Premānand Swāmi was born, his mother left him in a hole of a tree due to pressure from the village folk. A carder found and raised him. When Rāmānand Swāmi ceremoniously handed off the reigns of the sampradāy to Shriji Maharaj, the young boy came to Jetpur with his adopting father. He was attracted to Maharaj and did not want to leave him. Maharaj let him stay. He, then, command him to learn music in Ujjain. After learning music and singing, he returned to Maharaj in Gadhadā. Maharaj gave him dikshā and named him ‘Nijbodhānand’. Later, he became more known by the name of Premānand. His kirtans of Maharaj are characterized by his love for Maharaj. Not only was he a good poet, he was a great singer. It is noted that when he sang a morning kirtan during the evening, the evening environment transformed into morning. He has a place among Maharaj’s eight poet singers. He has composed more than 14,000 kirtans, in which he describes Maharaj’s murti from head to toe. After Maharaj reverted back to Akshardham, his kirtans are characterized by a longing for Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૨૧

  ગઢડા મધ્ય-૪૩

  ગઢડા મધ્ય-૪૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase