॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રઘુવીરજી

સત્સંગી ભક્તો

રઘુવીરજી મહારાજ એટલે ઇચ્છારામભાઈના ચોથા પુત્ર. તેમનો જન્મ સંવત ૧૮૬૮, ફાગણ વદ ચોથના દિવસે ઉત્તરપ્રદેશના આમલિયા ગામે થયો હતો. તેમનાં પત્નીનું નામ વીરજાદેવી હતું. તેઓ ૩૫ વર્ષ સુધી વરતાલ દેશના આચાર્ય તરીકે રહ્યા. સાધુઓને તેમના પ્રત્યે ખૂબ માન હતું. અત્યંત સાદું અને સેવાભાવી જીવન તેઓ જીવતા અને ગમે તેવા કપરા પ્રશ્નો કે પ્રસંગોમાં પણ નિયમ-ધર્મમાં દૃઢ રહેતા.

વર્ષોવર્ષ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી “ગુણાતીતાનંદ સ્વામી દ્વારા શ્રીજીમહારાજ કાર્ય કરે છે” તેવો વિશ્વાસ તેમને દૃઢ હતો. સં. ૧૯૧૭માં ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ભગવત્પ્રસાદજી મહારાજને ગાદી સોંપી જૂનાગઢ તીર્થવાસી થઈને સમાગમ માટે ગયા ત્યારે સ્વામીનો સમાગમ કરી તેઓની અંતરની ગ્રંથિઓ ઓગળી ગઈ ને તેઓ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એમ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા પણ દૃઢ થયેલી. આ વાત ગોરધનદાસ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને જણાવેલી. સ્વામીની રુચિ અનુસાર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ‘શ્રીહરિલીલાલ્પતરુ’ ગ્રંથ તેમણે રચાવ્યો હતો. સ્વામીનો રાજીપો મેળવી સં. ૧૯૧૯, મહા સુદ બીજના દિવસે તેઓ અક્ષરનિવાસી થયા. ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ માટે કહેતાં કે વરતાલમાં એક રઘુવીરજીએ મને ઓળખ્યો.

Raghuvirji

Satsangi Bhaktas

Raghuvirji Maharaj was Ichchhārāmbhāi’s fourth son. He was born on Falgun vad 4 of Samvat 1868 in Āmaliyā village in Uttar Pradesh. His wife’s name was Virajādevi. He was the āchārya of Vartal diocese for 35 years. He respected sadhus and lived a simple life of service. Even under adversities, he remained firm in observance of niyams and dharma.

Every year, he went to Junagadh to listen to Gunatitanand Swami’s discourses and affirmed that Shriji Maharaj is present through Gunatitanand Swami. In Samvat 1917, because of Gunatitanand Swami’s command, he gave his position of āchārya to his son Bhagwatprasādji and went to Junagadh for Gunatitanand Swami’s samāgam. Because of this samāgam, all of his desires melted away and he realized the pure upāsanā of Akshar and Purushottam. Shastriji Maharaj heard this from Kothāri Gordhandās. Raghuvirji Maharaj also had Achintyānand Brahmachāri write the scripture Shri Harililakalpataru. He went to Akshardham on Maha sud 2 of Samvat 1919. Gunatitanand Swami often said that of all the people in Vartal, only Raghuvirji recognized me.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૬૨

  ગઢડા અંત્ય-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase