॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ઝીણાભાઈ

સત્સંગી ભક્તો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પંચાળા ગામના રાજપૂત ઠાકોર મનુભા સોલંકી અને ગંગાબાના પુત્ર ઝીણાભાઈનો જન્મ સં. ૧૮૪૮માં થયો હતો. તેમનું બીજું નામ હેમન્તસિંહ હતું. સત્સંગ પરાયણ જીવન વિતાવતા ઝીણાભાઈને રાજસાહ્યબી હોવા છતાં પંચવિષયનો અંતરથી અભાવ હતો. હરિભક્તોને મદદ કરતા. સત્સંગનો પક્ષ શિર સાટે રાખતા અને ખૂબ મહિમા સમજતા. મહારાજે વચનામૃત ગઢડા અંત્ય ૨૪માં તેમની અખંડ આધ્યાત્મિક જાગૃતિને આ શબ્દોમાં નવાજી છે: “...અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવું અંગ.” તેમના અતિ ભાવને વશ થઈ સં. ૧૮૭૯માં મહારાજે પંચાળામાં ફૂલડોલ ઉત્સવ ઊજવ્યો. પૂર્ણિમાની રાત્રે મહારાજ અનેક સ્વરૂપો ધારણ કરી સંતો-ભક્તો સાથે રાસ રમ્યા.

તેમણે કરેલી કમળશી વાંઝાની સેવાથી મહારાજ અત્યંત રાજી થઈ તેમને સાત વખત ભેટ્યા. સં. ૧૮૮૫ના માગશર સુદ દશમે ઝીણાભાઈ ધામમાં પધાર્યા. કમળશી વાંઝાનો ખાટલો લઈ ઝીણાભાઈ જેટલાં ડગલાં ચાલ્યા હતા, તેથી બમણાં ડગલાં ઝીણાભાઈની નનામી ઉપાડીને મહારાજ ચાલ્યા હતા!

Jhinābhāi

Satsangi Bhaktas

Jhinābhāi was a Rajput from Panchālā, located in Junāgadh district and Keshod area. He was the son of Manubhā Solanki and Gangābā and was born in Samvat 1848. His other name was Hemantsinha. His life was firmly satsang-centered; therefore, he was apathetic to the wealth and conveniences of his kingdom. He offered his aid to many devotees. He was loyal to satsang and understood its greatness. In Vachanamrut Gadhada III-24, Maharaj has praised Jhinābhāi with these words: “...Jhinābhāi Thākor, the virtue of having awareness, lest he becomes attached to any object other than God.” Because of his intense love, Maharaj celebrated the Fuldol festival of Samvat 1879 in Panchālā. On the full moon night (Punam), Maharaj assumed many forms and played rās with the sadhus and devotees.

Maharaj was pleased that Jhinābhāi had personally cared for Kamalshi Vānzā during his final days and also carried his bier to the cremation site. Maharaj embraced his seven times. On Māgshar sud 10 of Samvat 1885, Jhinābhāi reverted back to Akshardhām. As many steps as Jhinābhāi took carrying Kamalshi’s bier, Maharaj walked twice as many steps carrying Jhinābhāi’s bier.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase