॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દત્તાત્રેય

અવતારો

દત્તાત્રેય (અથવા દત્ત) એ વિષ્ણુના ચોવીશ અવતારોમાંનો એક અવતાર છે. તે તત્ત્વતઃ જીવચૈતન્ય છે. જીવચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે. તે મહાન યોગી પુરુષ હતા. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. આ અવતાર માગશરની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેમનું મૂળ નામ દત્ત, પરંતુ અત્રિ ઋષિના પુત્ર હોવાથી આત્રેય કહેવાયા. આથી દત્તાત્રેય નામ વધારે જાણીતું છે. તેમણે કાર્તવીર્યને એક હજાર હાથ તથા સુવર્ણનો રથ આપ્યા હતા. અને યદુરાજાને જ્ઞાન આપી મુક્ત કર્યા હતા. તેમણે ચોવીસ ગુરુ કરેલા:

(૧) પૃથ્વી, (૨) વાયુ, (૩) આકાશ, (૪) પાણી, (૫) અગ્નિ, (૬) ચંદ્રમા, (૭) સૂર્ય, (૮) કબૂતર, (૯) અજગર, (૧૦) સાગર, (૧૧) પતંગ, (૧૨) મધુકર, (૧૩) હાથી, (૧૪) મધમાખી, (૧૫) હરણ, (૧૬) માછલું, (૧૭) પિંગલા (વેશ્યા), (૧૮) સમળી, (૧૯) બાળક, (૨૦) કુમારી કન્યા, (૨૧) બાણ બનાવનાર, (૨૨) સાપ, (૨૩) કરોળિયો, (૨૪) ભમરી.

આમ ઘણા યોગીઓ, સિદ્ધો અને અવધૂતો તેમને ગુરુ તરીકે પૂજે છે. વેદનું જ્ઞાન આપવા માટે આ અવતાર ત્રેતાયુગમાં થયો હતો. છ શાસ્ત્રનું અધ્યયન કરી તેમના સિદ્ધાંતોનું તેમણે સત્ય તપાસ્યું. તેમાં વેદાંતશાસ્ત્રને તેમણે પ્રાધાન્ય આપેલું છે.

Dattātreya

Avatars

Dattātreya (sometimes referred to as Datta) is one of the 24 avatārs of Vishnu. In terms of entities, Dattātreya incarnated from a jiva. When Parabrahma Purushottam Narayan enters the jiva entity, it is capable of incarnating as an avatār. He was a great yogi, born to Atri Rushi and Anusuya on Purnima (full moon day) of Magashar. His original name was Datta; however, he was known as Ātreya because he was the son of Atri. He became well-known as Dattātreya, however.

He gave Kārtavirya a thousand arms and a golden chariot. He also gave wisdom to King Yadu and liberated him. He made 24 gurus:

(1) Earth, (2) wind, (3) space, (4) water, (5) fire, (6) moon, (7) sun, (8) pigeon, (9) python, (10) ocean, (11) moth, (12) honeybee, (13) elephant, (14) fly, (15) deer, (16) fish, (17) prostitute, (18) hawk, (19) child, (20) virgin, (21) arrow maker, (22) snake, (23) spider, (24) wasp.

Therefore, many yogis and ascetics consider Dattātreya as their guru. The purpose of this avatār in Treta-Yug was to give the knowledge of the Vedas. After studying the six Shastras and examining the truth in their principles, he gave predominance to the Vedant Shastra.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૫

  લોયા-૧૪

  ગઢડા મધ્ય-૬૦

  વરતાલ-૧૦

  વરતાલ-૧૩

  ગઢડા અંત્ય-૨૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase