॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કંસ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કંસ મથુરાના રાજા ઉગ્રસેનના નવ પુત્રોમાંનો મોટો પુત્ર હતો. તે કાળનેમિ નામના અસુરના અંશથી જન્મ્યો હતો. ઉગ્રસેનની સ્ત્રી પવનરેખા વનવિહાર કરવા ગઈ ત્યારે બધાથી છૂટી પડી ઝાડની છાયામાં પહોંચી. એવામાં દ્રુમિલક રાક્ષસે ઉગ્રસેનનું રૂપ લઈ તેની સાથે સંગ કર્યો અને તેને ગર્ભ રહ્યો જે કંસરૂપે જન્મ્યો. આથી કંસ દુષ્ટબુદ્ધિનો હતો અને પ્રજાને પીડતો. તેણે જરાસંધને આઠ વર્ષની ઉંમરે હરાવેલો, આથી જરાસંધે પોતાની બે પુત્રી અસ્તિ અને પ્રાપ્તિને કંસ સાથે પરણાવી હતી. તેણે પોતાના કાકાની દીકરી દેવકીને પાળી-પોષીને મોટી કરેલી અને તેની સાથે ખૂબ હેત હતું. તેનાં લગ્ન વસુદેવ સાથે કર્યા ત્યારે પોતે સારથિ બની રથ ચલાવતો હતો, પણ જ્યારે આકાશવાણી દ્વારા જાણ્યું કે, આ દેવકીના આઠમા પુત્ર થકી પોતાનું મૃત્યુ છે. એટલે દેવકીને મારવા દોડ્યો પણ વસુદેવ પોતાના તમામ પુત્રો કંસને આપવા બંધાયા એટલે કંસે બંનેને જેલમાં કેદ કર્યા. ઉગ્રસેનને પણ કેદ કર્યો. પ્રથમ છ પુત્રોને મારી નાખ્યા. અને સાતમી વખતના ગર્ભને દેવમાયાએ દેવકીના ઉદરમાંથી લઈને વસુદેવની સ્ત્રી રોહિણી કે જે ગોકુળમાં રહેતી હતી તેના ઉદરમાં મૂક્યો. આઠમું બાળક સુરક્ષિત ગોકુળ નંદબાબાને ઘરે પહોંચ્યું. પછી કંસે તેને મારવા ઘણા અસુરો મોકલ્યા અને તે સર્વે મરાયા. પછી ધનુર્યાગ કરવાના બહાને કૃષ્ણ-બળરામને મથુરા બોલાવ્યા અને મલ્લ યુદ્ધ કરાવ્યું. તેમાં બંને ભાઈઓએ તેમાં બંને ભાઈઓએ પાંચેય મલ્લોને માર્યા, પછી કૃષ્ણે કંસનો વધ કર્યો અને ફરી ઉગ્રસેનને રાજા બનાવ્યા.

Kansa

People in Shastras

Kansa was the oldest of the nine sons of Ugrasen. He was an incarnation of the demon Kālnemi. When Ugrasen’s wife Pavanrekhā went wandering in the forest, she broke off from the rest of the group and reached one shade of a tree. There, the demon Drumilak took the form of Ugrasen and associated with her, resulting in Kansa as the child. Therefore, Kansa was demonic in nature and harassed the population. He had defeated Jarāsandh at the age of eight, therefore, Jarāsandh married his two daughters, Asti and Prāpti, to Kansa. He had raised his paternal uncle’s daughter Devki and had great affection for her. When Devki was married to Vasudev, he drove their chariot in their wedding procession. However, when a voice from the sky prophesied that Devki’s eighth son would kill him, Kansa was ready to kill Devki before she could bear children. Vasudev intervened and promised to give up any children they had to Kansa. Kansa killed six of their children. When the seventh child was born, Devmāyā took that child from Devki’s womb and implanted it in Rohini’s (Vasudev’s other wife residing in Gokul) womb. The eighth child, Krishna, was carried to the house of Nandbābā in Gokul. Kansa sent many demons to kill Krishna, but Krishna killed all of the demons. Finally, Kansa called Krishna and Balrām for the bow sacrifice; however, that was merely a pretext, and he had the two brothers wrestle with experiences wrestlers. Krishna killed Kansa and restored Ugrasen as the king.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૦

  વરતાલ-૧૮

  ગઢડા અંત્ય-૩૫

  જેતલપુર-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase