॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
દેવકી
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
દેવકી વસુદેવનાં પત્ની અને કૃષ્ણની માતા હતાં. જ્યારે વસુદેવનાં લગ્ન તેમની સાથે થયાં ત્યારે વિવાહ બાદ જાનપ્રયાણ સમયે આકાશવાણીએ રાજા કંસને કહ્યું, “દેવકીનો આઠમો ગર્ભ તારો વધ કરશે.” નારદજીએ કંસને ભરમાવ્યો, “કયો આઠમો ગર્ભ તે કેમ ખબર પડે? એટલે તમામ બાળકોનો વધ કર.” કંસે દેવકીનાં છ બાળકોનો વધ કર્યો. જ્યારે સાતમું બાળક ગર્ભમાં આવ્યું, ત્યારે યોગમાયાએ પોતાની શક્તિથી તે બાળકને દેવકીના ગર્ભથી આકર્ષિત કરી રોહિણીના ગર્ભમાં મૂક્યું. આઠમા ગર્ભ વખતે કંસે દેવકી ઉપર પાકો પહેરો ગોઠવ્યો. શ્રાવણ વદિ આઠમે રાત્રિના દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણનો જન્મ થયો. તે જ રાત્રે યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો. વસુદેવે રાતોરાત દેવકીના બાળક શ્રીકૃષ્ણને યશોદાને આપી આવ્યા અને યશોદાની કન્યા લાવી દેવકી પાસે સુવાડી દીધી. કંસે તે કન્યાને પથ્થર ઉપર પટકી. તે કન્યા યોગમાયા હતી અને કૃષ્ણ યશોદાને ત્યાં મોટા થયા. સમય જતાં શ્રીકૃષ્ણે કંસનો વધ કર્યો. દ્વારકા વસાવી ૧૬,૧૦૮ રાણીઓને પરણ્યા. સુખસાહ્યબીની છોળોમાં પણ દેવકીનાં આંસુ સુકાયાં નહીં, અર્થાત્ તેને પુત્રનું સુખ આવ્યું નહીં.
Devki
People in Shastras
Devki was the wife of Vasudev and mother to Krishna Bhagwan. When Kansa was leading the marriage procession of Vasudev and Devki through Mathurā, God spoke from the sky and said, “Devki’s eighth child will slay you.” Nāradji added, “How will you know which of the eight children will kill you? Kill all of her eight children.” Kansa killed six of Devki’s children. When the seventh child was born, Yogmāyā used her powers and transferred Devki’s unborn child to Rohini’s womb. When Devki was carrying her eighth child, Kansa tightened the security. On the night of Shrāvan vad 8, Krishna was born to Devki. That same night, Yashodā gave birth to a daughter. Vasudev carried Krishna overnight to Yashodā and swapped the infants. Kansa killed Yashodā’s daughter, who was actually Yogmāyā. Krishna grew up with Yashodā. Years later, Krishna killed Kansa, relocated to Dwarkā and married 16,108 queens. Though they saw happier days, Vasudev’s and Devki’s tears never dried up - meaning, they never got to experience the happiness of raising their son.