॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વિદુર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

વિદુર વિચિત્રવીર્યની પત્ની અંબિકાની દાસીના કૂખે દ્વૈપાયન વ્યાસ થકી થયેલા પુત્ર હતા. તેઓ ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ હતા. જ્યારે દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં મોકલ્યા હતા ત્યારે વિદુરે તેમને ચેતવ્યા હતા. અને બચાવ માટે ગુપ્ત ગુફા તૈયાર રખાવી હતી. તેઓ પરમ નીતિમાન અને નિઃસ્પૃહી હોવાથી ધૃતરાષ્ટ્ર તેમનું માન રાખતા. તેમણે દુર્યોધનને પાંડવોનો ભાગ આપવા સમજાવેલો પણ તે ન માન્યો. જ્યારે દુઃશાસન ધૃતરાષ્ટ્ર અને બીજા પુરુષોની હાજરીમાં દ્રૌપદીનાં વસ્ત્રહરણ કરતો હતો, ત્યારે એક વિદુરે જ આ અનીતિમય કૃત્ય અટકાવવા ધૃતરાષ્ટ્રને અરજી કરી હતી. અને જ્યારે શ્રીકૃષ્ણ યુદ્ધ અટકાવવા કૌરવોને સમજાવવા આવ્યા ત્યારે દુર્યોધને તેની સાથે જમવા આમંત્ર્યા, પણ કૃષ્ણે તેના સ્વાદીષ્ટ ભોજનનો ત્યાગ કરી વિદુરના ઘરે ભાજી જમ્યા હતા. વિદુર કૃષ્ણને ઓળખી ગયા હતા અને કૃષ્ણના ભક્ત હતા.

વિદુર એ યમનો અવતાર હતા, જે માંડવ્ય ઋષિના શાપને કારણે શૂદ્રયોનિમાં જન્મ્યા હતા.

Vidur

People in Shastras

Vidur was the son of Vyās and a female servant of Ambikā. (Ambikā was the wife of Vichitravirya.) He was also the younger brother of Drutrāshtra and Pāndu. When Duryodhan sent the Pāndavas to the house made of wax (with the intent of burning them), Vidur alerted them of the plot. He also had a secret tunnel dug up for their escape. He was very ethical and selfless, earning respect from Dhrutrāshtra. He had tried to make Duryodhan return the Pāndava’s share of the kingdom to them, but Duryodhan was not convinced. Vidur was also the only one who spoke up to stop Draupadi’s sari being stripped away by Duhshāsan in Dhrutrāshtra’s court, an unethical act in presence of men. When Krishna came to negotiate with the Kauravas to avoid war, Duryodhan offered Krishna to feast with him. However, Krishna declined and instead ate simple food at Vidur’s house because Vidur had recognized Krishna as the avatār of God.

Vidur was the avatār of Yam. Because of Māndavya Rishi’s curse, he was born as a Shudra.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૬૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase