॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શંકરાચાર્ય

આચાર્યો

અદ્વૈત મતના પ્રવર્તક આચાર્ય, જેઓ જગદ્‌ગુરુ ભગવાન શંકરાચાર્યના નામે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ ઈ. સ. ૭૮૮માં વૈશાખ સુદ પંચમીના રોજ કેરલ પ્રદેશના કાલડી ગામમાં એક બ્રાહ્મણને ત્યાં થયો હતો. માત્ર ૮ વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી ગોવિંદ ભગવત્પાદની પાસે દીક્ષા ગ્રહણ કરી. અલ્પકાળમાં જ યોગસિદ્ધ મહાત્મા થયા. ૧૬ વર્ષે બ્રહ્મસૂત્રો, ગીતા તથા ઉપનિષદો પર ભાષ્યો લખ્યાં. ઉપરાંત અનેક સ્તોત્રો તથા ગ્રંથો તેમણે લખ્યા છે. ઉત્તરાવસ્થામાં શ્રીશંકરાચાર્યે ભારતની ચાર દિશામાં ચાર મુખ્ય મઠો, અનેક ધાર્મિક કેન્દ્રો તેમજ મંદિરોનું સ્થાપન કર્યું હતું. તેમણે મઠમાં સ્ત્રીઓ માટે સ્થાનનિષેધ રાખેલો હતો. ઈ. સ. ૮૨૦માં ૩૨ વર્ષની ઉંમરે તેમણે સમાધિ લીધી હતી.

Shankarāchārya

Acharyas

Shankaracharya is the main proponent of the Advait philosophy. He was born in a brahmin family on Vaishakh sud 5 of Samvat 788 in Kaladi village of Keral region. He renounced home at a mere 8 years of age and was initiated by Govind Bhagwatpad. In a short time, he became an achieved mahatma in Yoga. At the age of 16, he wrote commentaries on the Brahmasutras, Gita, and the Upanishads. He has also written many stotras and other scriptures. In his later life, he established four āshrams, many religious centers, and mandirs. He had forbidden women from entering his āshrams. He passed away in Samvat 820, at the age of 32.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪૨

  ગઢડા પ્રથમ-૭૧

  પંચાળા-૪

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase