॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વશિષ્ઠ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ હતા. આ સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મવંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. કર્દમઋષિની દીકરી અરુંધતીને પરણ્યા હતા. તેઓ વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્ત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી ને ઉત્તમ વક્તા હતા. વશિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વશિષ્ઠ તેમને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વશિષ્ઠ રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમણે યોગવાસિષ્ઠ રામાયણ, વશિષ્ઠસ્મૃતિ, વશિષ્ઠસંહિતા વગેરે ગ્રંથો રચ્યા છે.

Vashishtha

People in Shastras

Vashishtha was the family guru of the Raghu dynasty of kings. He was a speaker of the truth and a brahmarshi (one who endeavors to contemplate on God continuously while identifying self as Brahman). He was one of the 10 human sons of Brahmā during the Swāyambhuva manvantar (of the 14 Manus that reign the earth during one day of Brahmā, Swāyambhuva manvantar is the duration when the Manu named Swāyambhuva reigns the earth). He married Kardam Rishi’s daughter Arundhati. He had mastered Vedas and Vedant, archery, tattvagnān, etc. He was fond of austerities. He could see the past, present, and the future. He was the main priest for King Dashrath and the administration of Dashrath’s royal duties were conducted according to his advice. Dashrath did not have sons, so Vashishtha advised him to perform a yagna. The fruit of the yagna was the birth of Rām, Lakshman, Bharat, and Shatrughna. Vashishtha taught Rām Vedas, Vedang, archery, system of logic, ethics, and other such fields of knowledge totaling 14. He wrote Yogvāsishtha Rāmāyan, Vashishtha-Smruti, Vashishtha-Samhitā, and other scriptures.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  વરતાલ-૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase