વચનામૃત પ્રસંગ

લોયા ૩

સં. ૨૦૦૬, મુંબઈ. શાસ્ત્રીજી મહારાજને ગઢપુર મંદિરની સેવા છગનભાઈને આપવી હતી તેની વાત છેડતાં કહ્યું, “આપણે ભગવાન અને સંતને વિષે હેત છે તેનું લક્ષણ શું? તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”

છગનભાઈએ શાસ્ત્રીજી મહારાજને હાથ જોડી કહ્યું, “દયાળુ! આપની જે આજ્ઞા હોય તે કહો.”

સ્વામીશ્રીએ તેમનો ભાવ જોઈ હસીને કહ્યું, “તમો રૂપિયા એકાવન હજારની સેવા કરો.” સ્વામીશ્રીનું વચન તેમણે અધ્ધર ઝીલ્યું. રાત્રે એક વાગ્યે ઘેર ગયા. બીજે દિવસે સવારના ૫૧,૦૦૦ રૂપિયાનો થાળ ભરી, સ્વામીશ્રી પાસે ભેટ મૂક્યો. સ્વામીશ્રીની પૂજા-આરતી કરી.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૦૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ