વચનામૃત પ્રસંગ

લોયા ૧૪

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’” પછી સ્વામી કહે, “મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, ‘તુને કોણે કહ્યું છે જે, તું કહે છે.’ ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?’ ને મહારાજે મધ્યના નવમા વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં (વચનામૃત ગઢડા અંત્ય ૩૮), તેજનામાં (વચનામૃત ગઢડા મધ્ય ૧૩) ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.”

[સ્વામીની વાતો: ૬/૩૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ