વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૫૧

તા. ૨૦/૧૧/૧૯૫૬ના રોજ યોગીજી મહારાજ હાઈસ્કૂલના ઉદ્‌ઘાટન નિમિત્તે ઝારોળા પધાર્યા હતા. અહીં તેઓએ સાથે ફરતા યુવકોને ઉપવાસની આજ્ઞા કરી કહ્યું, “ગઢડા મધ્યનું ૫૧મું વચનામૃત મોઢે કરજો.” આમ કહી તેઓ પધરામણીએ પધાર્યા.

પધરામણીઓ બાદ ઉતારે પધારી યોગીજી મહારાજે બધા યુવકોનો મુખપાઠ લીધો. પછી બોલેલા, “તમે બધાએ આ વચનામૃત મોઢે કર્યું છે તો સૌ આત્મસત્તારૂપે વર્ત્યા છો.” એમ કહી બાજુમાં જ ટેબલ પર પડેલી ઘંટડી બતાવી કહ્યું, “સત્પુરુષની આજ્ઞાથી જો ઘંટડી ખખડાવે તો પણ આત્મસત્તારૂપે વર્ત્યા ગણાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ