વચનામૃત પ્રસંગ

વરતાલ ૧૧

યોગીબાપા ધામમાં ચાલ્યા ગયા એ રંજ શામજી ભગતના મનમાંથી નીકળતો ન હતો. પ્રમુખસ્વામી મહારાજે આશ્વાસન આપતાં કહ્યું, “ભડકો જોવો છે? ઉપરનું દેખાતું નથી અને આમાં પ્રતીતિ આવતી નથી તો થશે શું? વડતાલનું ૧૧મું વચનામૃત વાંચજો. સત્પુરુષમાં દૃઢ પ્રીતિ તે જ આત્મદર્શનનું સાધન, પરમાત્માનાં દર્શન કર્યાનું સાધન છે.” છતાં તેમનું મન માનતું ન હતું. પછી તો સ્વપ્નમાં યોગીજી મહારાજના સ્વરૂપમાં પ્રમુખસ્વામીનાં બેથી ત્રણ વાર દર્શન થયાં કે પ્રમુખસ્વામીમાં કોઈ ફેર નથી. એક જ વિભૂતિ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક સંત છે. એ શામજી ભગત હાલ સાધુ પરમપુરુષદાસ છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ