વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૨

તા. ૬-૯-૧૯૬૪, અમદાવાદ. સ્વામીશ્રી વિદાય લેતાં પહેલાં ઠાકોરજીનાં દર્શન કરવા ઉપર મંદિરમાં પધાર્યા. ઠાકોરજીને દંડવત્ કર્યા. પછી અંબાલાલભાઈ બકરી પોળવાળાને બોલાવ્યા અને કહ્યું, “જેવો આ મૂર્તિઓમાં ભાવ થાય છે, તેવો સાધુમાં કેમ થતો નથી?” અંબાલાલભાઈએ કહ્યું કે, “બાપા! એમાં દેહ આડો આવે છે.”

ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે, “દેહ આડો ન આવે તો સાક્ષાત્કાર થાય એ ખરું, પણ મનુષ્યરૂપમાં પરોક્ષ જેવી પ્રતીતિ આવતી નથી. જો પ્રત્યક્ષ મનાઈ જાય, તો સાક્ષાત્કાર થઈ જાય! શ્રીજીમહારાજે પણ ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં આ જ કહ્યું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૮૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ