વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૩૭

સંવત ૧૯૪૫, મહુવા. ભગતજીએ પોતાના અનન્ય શિષ્યોને અપાર સુખ આપી ગુજરાત જવા આજ્ઞા કરી. આ દરમ્યાન ભગતજી અને શામજીભાઈ રોજ ગોપનાથના મંદિરમાં જઈને દર્શન તથા કથાવાર્તાનું સુખ આપતા. છેલ્લે દિવસે વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાતો કરી, “જે જે ભારે ચીજો આપણે ખાધી હોય તે સંભારીએ ત્યારે કદીય કોદરા ખાવાનો પ્રસંગ આવે તો પણ આનંદમાં રહેવાય. ઝાંખા ન પડાય. તેમ સત્પુરુષ થકી જે જે વાતો સાંભળી હોય, દર્શન પ્રસાદીનું સુખ લીધું હોય, તે જ્યારે સત્પુરુષના પ્રસંગમાં રહેવાનો જોગ ન રહે ત્યારે સંભારવું અને સુખ લેતા શીખવું, પણ કોઈ દિવસ ઝાંખા તો પડવું જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ