વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૬૭

એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા,

‘દેશ દેશાંતર બ્હોત ફિર્યા, મનુષ્યના બ્હોત સુકાળ;

જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ.’

એમ કહીને બોલ્યા જે, “જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખિયો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શન કરીને સમાધિ જેવું સુખ વરત્યા કરે, એવાના દુકાળ છે.” ત્યારે પૂછ્યું જે, “જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલ્યાને જોઈને પોતાની છાતીમાં ઠરે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં.” ત્યારે પૂછ્યું જે, “જેને દેખીને આગલ્યાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે?” પછી સ્વામી બોલ્યા જે, “એવા ગુણ તો ન જ આવે; તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે, તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં.” ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ, શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે પણ તે વિના તો આવે જ નહીં.”

[સ્વામીની વાતો: ૩/૩૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ