વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૬૮

યોગીજી મહારાજ કહે, “સારંગપુરમાં હરિકૃષ્ણદાસ કોઠારી હતા. શાસ્ત્રીજી મહારાજને કહે, ‘સારંગપુરમાં ખાંડ મળતી નથી. અન્નકૂટ બંધ રાખો.’ શાસ્ત્રીજી મહારાજને ઠાકોરજી ઉપર એવો ભાવ-પ્રેમ. તેઓ કહે, ‘રૂપિયાની શેર ખાંડ લાવો ને અન્નકૂટ કરો.’ આ મેં કાનોકાન સાંભળેલું. થાળમાં ઓછું ન કરવું. સારું ઘી વાપરવું. સંતો! મૂર્તિ પટની ન માનવી. શ્રીજીમહારાજ પંડે જ છે. પૂજા-પાઠ, થાળ-આરતી કરવાં. ‘શાસ્ત્રીજી મહારાજ સ્વામી બેઠા છે’ એમ સાક્ષાત્ માની થાળ, હાર, પૂજા કરીએ તો ફળ મળે. આસ્તિક ભાવ રાખવો. મૂર્તિ પાસે દંડવત્ કરે પણ અંદર નાસ્તિક ભાવ, તો મહારાજે હડતાળ પાડી કે કલ્યાણ નહીં થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૧૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ