॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૫: ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

પ્રસંગ

પ્રસંગ ૨

સં. ૧૯૬૬. એક વખત ભાદરણથી અંબારામ ભગત બોચાસણ આવ્યા. હરિકૃષ્ણદાસને તેમને વિષે ગુરુભાવ હોવાથી, અંબારામ ભગતની પણ સેવા તેઓ યથાવકાશે કરતા. આવા એક પ્રસંગે અંબારામ ભગત પાસે બેસીને તેમણે તેમને સ્વામીશ્રીની મૂર્તિમાં અતિશય તેજનાં દર્શન પોતાને થયાં હતાં, તે વાત કરી. હરિકૃષ્ણદાસની આ વાત સાંભળી, અંબારામ ભગતે તેમને કહ્યું, “સ્વામીશ્રીની તમારા ઉપર અત્યંત કૃપા થઈ છે, એટલે તમને તેમનું સાચું સ્વરૂપ ઓળખાવ્યું છે. હવે તે દૃઢ કરી, તેમાં અનન્ય ભાવે જોડાઈ જશો.”

એમ કહીને પછી તેમણે કહ્યું, “હરિકૃષ્ણદાસ! આપણાં તો અહોભાગ્ય છે કે આપણને આવા સંત શ્રીજીના અખંડ સંબંધવાળા મળ્યા છે. મને પણ આવી દૃઢ નિષ્ઠા છે, પરંતુ ગુરુરૂપ હરિનું ધ્યાન થાય કે નહીં તે ગડમથલમાં હું હતો. ગયે વર્ષે કંથારિયા ગયો ત્યારે માનસી કરવા બેસતાં આ જ સંકલ્પ ઊઠ્યો. એટલે તરત જ સ્વામીશ્રીએ મને દર્શન દીધાં. સાથે પ્રભુદાસ કોઠારી હતા. પ્રભુદાસ કોઠારીએ સ્વામીશ્રી તરફ આંગળી ચીંધી મને કહ્યું, ‘ભગત! આ સ્વરૂપને જ્યારે તમે ધારશો અને વિચારશો, ત્યારે તમને શાંતિ થશે.’ તે જ દિવસથી મારી સંશયગ્રંથિ નિર્મૂળ થઈ ગઈ. હવે એવો આનંદ આવે છે કે તેનું વર્ણન જ ન થાય! તમે પણ, મહારાજના અખંડ ધારક આ સ્વામીશ્રીના સ્વરૂપમાં સર્વ પ્રકારે જીવ જડી દેશો તો તમને પણ એ આનંદનો અનુભવ થશે.”

અંબારામ ભગતનો ઉલ્લેખ ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧’માં આ પ્રમાણે મળે છે: અંબારામ ભગતનું મૂળ ગામ કડી. તેઓ નાયક જ્ઞાતિના હતા અને નગાસરમાં સેવા-પૂજા માટે રહેલા. ચાર-પાંચ વાર ખાનદેશમાં પણ વિચરણ કરી આવેલા. તેઓ કીર્તનો લલકારતાં આખો દિવસ સેવા કર્યા કરતા. કથાવાર્તા પણ સારી કરતા. ભક્તહૃદય, નિયમ-ધર્મની દૃઢતાવાળા અને નિરાવરણ સ્થિતિના આ પાર્ષદ નંદ પરમહંસો જેવું શુદ્ધ અને નિઃસ્પૃહી જીવન જીવનારા હતા. પોતાની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું જાણપણું કોઈને ન આવે તેમ દાસભાવે વર્તતા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૩૪૫]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase