॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૧: સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું

નિરૂપણ

તા. ૧૨/૯ના દિવસે એકાદશીનો ઉપવાસ હોવાથી આહારબંધી હતી. તેથી પ્રાતઃપૂજા બાદ એ જ આસન પર સ્વામીશ્રીએ સોનાના દોરાનું વચનામૃત વંચાવી જ્ઞાનવાર્તા કરી કે:

“પોતાના માટે કરે તે ભગવાનના સંબંધ વિનાનો. ભગવાનને રાજી કરવા કરે તે ભગવાનના સંબંધવાળો. ફળની આશા નહીં તે ભગવાનના સંબંધવાળો. ભગવાનને રાજી કરવા માટેનો ધર્મ તે ભક્તિ થઈ. આવો ધર્મ અને ભક્તિ એક જ છે. દાદાખાચરને મહારાજ પરણાવવા ગયા તે વરોઠી આપવાની થઈ. એ દિવસે એકાદશી હતી. પણ મહારાજે કહ્યું, ‘જમી લો.’ તે સૌએ પ્રસાદ લઈ લીધો. તેમને રાજી કરવા આજ્ઞા પાળી લીધી તે ભક્તિ. બહારની દૃષ્ટિએ જમાડીએ, સમૈયા કરીએ તે પ્રવૃત્તિ જણાય પણ તે નિવૃત્તિ છે. ખૂણામાં બેઠો હોય તે પ્રવૃત્તિ છે.

“‘અક્ષરધામના મુક્તો સભામાં બેઠા છે’ તેમ સમજવું. દિવ્યભાવ લાવી આપણું કરવાનું છે. જ્ઞાન નહીં હોય તો ઢીલો પડ્યા વિના નહીં રહે. મનમાં ઝાંખો પડતો જાય. બોલાવે, ચલાવે ત્યાં સુધી તો કહે તેમ કરે, પણ સત્સંગમાં અપમાન થાય, દેહે દુઃખી થાય તો જય સ્વામિનારાયણ. પાણીમાં માખી બૂડે તેમ થઈ જાય. મહારાજ કહે, ‘અમે ત્યાગ કરતા નથી.’ દરિયાભાઈ કહેતા નથી કે ‘મડદાભાઈ જાઓ.’ પણ પોતે જ ટકે નહીં. માટે આત્મસત્તારૂપે રહીને સત્સંગ કરવો.”

આમ, સતત પોણો કલાક કથારસ રેલાવી સ્વામીશ્રીએ સૌને તરબોળ કરી દીધા.

વરપક્ષ તરફથી અપાતી રસોઈ.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૪૮૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase