॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૦: અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું

નિરૂપણ

જાન્યુઆરી ૧૯૬૪. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ ઉપર ધ્યાન દોરતાં સ્વામીશ્રીએ કહ્યું: “ચિંતામણિ મળી ને કોરા કેમ રહી ગયા? સત્પુરુષના સંબંધવાળાને ગાફલાઈ નથી રહેવા દેતા. મોટાપુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની. મનુષ્યભાવ પરઠે તે અતિ અજ્ઞાની. કોઈ સંકલ્પ વગર દિવ્યભાવ રહે તે જ્ઞાની. જિંદગીમાં મનુષ્યભાવ ન પરઠાય તે વિશેષ જ્ઞાની.

“સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેને ઓળખવાની વાત હતી. તે વખતે ક્યાં ગેડ બેસે? જીવાત્માને શોધે; પણ સાક્ષાત્ ગુણાતીત બેઠા છે, તેને ઓળખવાની મહારાજની વાત હતી. ‘ગુણાતીત મારો આત્મા છે’ એમ માન્યું હોત, તો ઘેલામાં ન કહેવાત. જેને સત્પુરુષ સાચા માન્યા તેને આ વાત મનાય. ભડકો જોવાનું સૌને તાન.”

અહીં સ્વામીશ્રી સમયની સાથે ભૂતકાળમાં પહોંચી ગયા અને મહારાજની સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એમને ઓળખવાની વાત સમજાવી. પોતે પણ એ પ્રસંગના સાક્ષી છે તેમજ આજે પણ એ જ બોલી રહ્યા છે – એમ પણ પોતાની એકતા જણાવી.

એ જ વચનામૃતમાં શબ્દો આવ્યા: “સ્વરૂપને જોવું એટલે શું?” એ સમજાવતાં કહે, “એમાં આપોપું કરવું. જોડાવું.”

વળી પૂછ્યું: “ભગવાનનો પ્રતાપ શું? મહિમા. પ્રકાશ એટલે પણ મહિમા.

“જીવાત્મા માયાવેષ્ટિત છે. તેને બ્રહ્મનો સંબંધ થાય એટલે તે પણ બ્રહ્મ થાય – માયા પર થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase