॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૭: વજ્રની ખીલીનું
નિરૂપણ
તા. ૨૪/૬/૧૯૬૨, મુંબઈ. મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા અંત્ય ૭ ઉપર સ્વામીશ્રીએ વાત કરી, “હરિભક્તો બેઠા છે. સંતો નથી. અંતરનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત થોડો હોય. ભગવાન ને સંત વિના કાંઈ સુખદાયી નથી. રૂપિયા ટકા કાંઈ ન બતાવ્યું. જે વસ્તુ સુખદાયી હોય તેમાં સોળ આના પ્રેમ રાખવો જોઈએ. આત્મબુદ્ધિ ને પક્ષ. માથું જાય પણ પક્ષ ન મૂકવો. આમ પક્ષ રાખે ને પાછળથી અભાવ લે. પક્ષ રાખવો પણ અભાવ આવવા દેવો નહીં. મહારાજ દૂધમાં પોરા બતાવે છે. ૨૬૨ વચનામૃતોનો એક જ સાર – દેહના સંબંધી વહાલા રાખવા નહીં. દાદાખાચર... મોટા ભક્તોએ કર્યું તેમ કરવું. ટાણે સંબંધી વહાલા ન રાખે.
“મહિમા એક સમજાય તો પક્ષ રહે. મહિમા સમજાય તો સંબંધી વહાલા રહે નહીં. ચૈતન્યભૂમિકાનું જ્ઞાન સમજાવે છે. ધામમાં સેવા કઈ? મૂર્તિ સામું જોઈ રહેવું તે જ સેવા. ચહ ચહ સુખ લીધા જ કરે!”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૩]