॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૩: બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય?

પ્રસંગ

અલૌકિકતાની આરપાર

તા. ૨૫મીએ બપોરની કથામાં વચનામૃત વરતાલ ૧૩મું વંચાતું હતું. એમાં મહારાજની મૂર્તિનું વર્ણન આવ્યું: “...અને હસ્ત કમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા.” એ સાંભળી સ્વામીશ્રી તુરત બોલ્યા, “કેવી મજા આવતી હશે! મહારાજ કેવા શોભતા હશે!”

“અત્યારે પણ એ જ સુખ આવે છે.” નારાયણ ભગતે કહ્યું.

“મંદવાડમાં શું સુખ આવે?”

“આંબો તે આંબો. લીલોયે આંબો ને સૂકોયે આંબો.” નારાયણ ભગત બોલ્યા.

વચનામૃતમાં આગળ શબ્દો આવ્યા: “તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે.”

આ સાંભળી સ્વામીશ્રી એકદમ બોલ્યા: “ઈ મુદ્દો પાછો પકડ્યો.” એમ ભાર મૂકતાં રહસ્ય સમજાવ્યું કે મનુષ્યરૂપમાં અલૌકિકતા જોવી. નારાયણ ભગતના કથનને માર્મિક રીતે સમર્થન આપ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૩૮]

પ્રસંગ

આજે વચનામૃત વરતાલ ૧૩મું વંચાયું. એમાં શ્રીજીમહારાજનું વર્ણન આવ્યું: “શ્રીજીમહારાજની ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર બિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકી શ્રીજીમહારાજ વિરાજમાન હતા.” આ સાંભળીને સ્વામીશ્રી તુરત બોલ્યા, “મહારાજ કેવા શોભતા હશે? એ વખતે આપણે હોત તો કેવી મજા પડત?” પ્રત્યક્ષ દર્શનનો મહિમા સમજાવતાં સ્વામીશ્રીએ ઇષ્ટભક્તિનું દર્શન કરાવ્યું. મહારાજ સિવાય જેને કંઈ વહાલું જ ન હોય, એ જ આ ભાવ વ્યક્ત કરી શકે.

વચનામૃતમાં આગળ વાત આવી કે ઘણાંક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે સમાધિ કરાવે છે.

“અત્યારે તો મહારાજ ઓરડામાં જ રહે છે, એટલે કોઈનુંય કલ્યાણ નહિ થતું હોય!” એક સંત રમૂજમાં બોલ્યા.

એ સાંભળી સ્વામીશ્રી કહે, “પચાસ વર્ષ તો કલ્યાણ કર્યાં, હવે એક મહિનો ઓરડામાં પડી રહીશું, એમાં શું?” સ્વામીશ્રીએ પણ રમૂજ સાથે સમર્થન આપતા સૌને આનંદ કરાવ્યો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૨૬]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase