॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૪: કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું

પ્રસંગ

સં. ૧૯૪૫, મહુવામાં ફૂલચંદભાઈએ સભામાં ભગતજીના સંતોને “તમે ભગતજીમાં શું સમજીને જોડાયા છો?” તેવો પ્રશ્ન પૂછ્યો ત્યારે યજ્ઞપુરુષદાસજીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ના આધારે ભગતજીના ગુણોનું નિરૂપણ કર્યું. પછી વચનામૃત ગઢડા અંત્ય ૨૧ની વાત કરી ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું, “... તેમના જેવું અપમાન તો કોઈનું થયું દીઠું નથી.” ત્યારે રઘુવીરચરણદાસે કહ્યું, “વાંક વિના કોઈનું અપમાન સત્સંગમાં થાય નહીં.” ત્યારે યજ્ઞપુરુષદાસજીએ વચનામૃત ગઢડા અંત્ય ૧૧ વાંચ્યું પછી કહ્યું, “વળી અંત્ય ૧૪માં વચનામૃતમાં પણ મહારાજે ચોખ્ખું કહ્યું છે, ‘વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે પરમેશ્વર ને સંતને વિશ્વાસ આવે.’ માટે ભગતજીને એવી રીતે વગર વાંકે દુઃખ અને અપમાન આવ્યાં છે, છતાં તેમાં નિર્લેપ રહ્યા છે. એટલે શ્રીજીનાં વચનથી અમે તેમને સર્વ પ્રકારે શ્રીજીના ધારક પરમ એકાંતિક સંત જાણી, તેમનામાં મન, કર્મ અને વચને જીવ જડ્યો છે, પણ કલ્યાણ વિના અમારે બીજો સ્વાર્થ તેમની પાસે નથી. તે અમારી નાતના નથી, અમારા આશ્રમના નથી, દેશ એક નથી, વેશ એક નથી, ગામ એક નથી, અમને કંઈ આપતા નથી, પણ માત્ર શ્રીજીની આજ્ઞા એકાંતિકમાં જીવ જડવાની છે, તેથી શ્રીજીના વચનના વિશ્વાસે, વચનામૃત પ્રમાણે, નાત, જાત, સગાંવહાલાં જાણી અમે તેમની સાથે જીવ જડ્યો છે. તેથી અમને ખાતરી છે કે શ્રીજી અમને કોઈ દિવસ દુઃખ દેશે નહીં. કદાપિ આ લોકમાં દુઃખ જેવું જણાશે, તો પણ અમને અંતરમાં તો સુખ જ વર્તે છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૩]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase