॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૮: વણિકના નામાનું

આખ્યાન

ભૂત અને વાંસડો

એક માણસને ભૂત વશ થયું. જે કામ ચીંધે તે ભૂત કરી આવે. કામ થઈ રહ્યું ને ભૂત નવરું થયું. એટલે ભૂતે કહ્યું, “કામ બતાવ.”

પેલાએ કહ્યું, “હવે કંઈ કામ નથી.”

ભૂતે કહ્યું, “તો હું તને ખાઉં.”

આણે વિચાર્યું, “નખ્ખોદ કાઢ્યું. હવે શું કરવું? કામ નહીં ચીંધું તો ભૂતભાઈ મને ખાઈ જશે. રોજ ને રોજ કેટલું કામ બતાવું.” આ માણસ તો ચિંતામાં પડી ગયો. શરીર ઓગળવા માંડ્યું. તેને એક મહાત્મા મળી ગયા. તેણે મહાત્માને બધી વાત કરી. મહાત્માએ તેને ઉપાય બતાવ્યો. પછી તેણે મહાત્માએ કહ્યું હતું તે પ્રમાણે ભૂતને કહ્યું, “તું ગીરના જંગલમાં જા અને એક મોટો સો હાથનો વાંસડો કાપી લાવ.”

ભૂત તુરત ઊપડ્યું અને ઘડીકવારમાં વાંસડો લઈ આવ્યું.

પછી આણે કહ્યું, “તું એને આંગણામાં ખોડી દે!” ભૂતે તરત વાંસડો આંગણામાં ખોડી દીધો.

પછી ભૂતે કહ્યું, “હવે કામ બતાવ.”

આ માણસે કહ્યું, “તું આ વાસડા ઉપર ચડ-ઊતર કર્યા કર. હું જ્યારે કામ ચીધું ત્યારે કરવાનું.” પછી તો ભૂત વાસડે ચડ-ઊતર કર્યા કરે. તેમાંથી નવરું થાય ત્યારે ખાવા તૈયાર થાય ને?

પછી તો તે ભૂત પાસે ખેતર નીંદાવે, પાણી ભરાવે. કામ ન હોય ત્યારે વાંસડે ચડ-ઊતર કરાવે. મહાત્માએ ઉપાય બતાવ્યો તો માણસ બચી ગયો. શરીર સારું થઈ ગયું.

આપણે મનને નવરું રહેવા ન દેવું. ભક્તચિંતામણિ, વચનામૃત, સ્વામીની વાતું વાંચ્યા કરવાં, શાસ્ત્રીજી મહારાજનાં ચરિત્રો જોયાં-સાંભળ્યાં હોય તે સંભાર્યાં કરવાં. પછી સ્વપ્નાં તેનાં જ આવે, ઊંઘમાંય સુખ આવે. જાગ્રતનાં દર્શન ઊંઘમાં સાંભરે. પછી મન નિર્વાસનિક થઈ જાય.

[યોગીજી મહારાજની બોધ કથાઓ - વાર્તા ૩૦૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase