॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-4: A Fountain
Nirupan
Samvat 1952, Mahuvā. Bhagatji Mahārāj spoke at great length with the devotees from the Charotar region. Chaturbhāi asked, “Mahārāj! If God’s murti remains in one’s heart continuously, flaws will be eradicated. How can this murti be beheld?”
Bhagatji Mahārāj replied, “Behold the murti using your vruttis (mind) as a thread. If you endeavor to practice in this way, you will experience happiness in every aspects.”
Vachanāmrut Vartāl 4 was read and Bhagatji Mahārāj said, “The murti is a chintāmani - it will fulfill all your desires; however, only if you have the qualities of a sadhu will you be able to behold this murti. God helped King Yudhishthir only because he possessed qualities of a sadhu. Hence, we should imbibe the qualities of a sadhu and walk along that path.”
[Brahmaswarup Bhagatji Mahārāj: 537]
સં. ૧૯૫૨, મહુવા. સમાગમ માટે પધારેલા ચરોતરના હરિભક્તોને ભગતજીએ બહુ વાતો કરી. પછી ચતુરભાઈએ પૂછ્યું, “મહારાજ! એ તો મૂર્તિ અખંડ હૃદયમાં રહે તો દોષ નિવૃત્તિ પામે. માટે મૂર્તિ કેમ ઝાલવી?” ત્યારે ભગતજીએ કહ્યું, “વૃત્તિરૂપી દોરી વડે મૂર્તિ ધારો. એમ પ્રયાસ કરશો તો સર્વે વાતે સુખી થવાશે.” પછી વચનામૃત વરતાલ ૪થું વાંચીને કહ્યું, “મૂર્તિ તો ચિંતામણિ છે, તે સર્વે મનોરથ પૂરા કરશે, પણ સાધુતા હશે તો મૂર્તિ પકડાશે. જુઓને, યુધિષ્ઠિર રાજાની સાધુતા જોઈને જ ભગવાને તેમને મદદ કરી. માટે સાધુતા શીખવી અને એ માર્ગે ચાલવું.”
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૨૬]