॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-59: Ultimate Liberation
Nirupan
Yogiji Mahārāj said, “Which actions of ours do you perceive as human-like? If I desire, I can sleep on the floor and my body would not ache. I would bathe with cold water. I would not eat. I would not allow my arms and legs to be massaged, and yet nothing would happen. Hence, we might show body-conscious traits, but one should not believe them as such. If we did not show this, how would you have an opportunity to serve?
“As per Vachanāmrut Gadhadā II-7 and Gadhadā II-59, only by performing service will one progress. Therefore, I offer you the opportunity to massage my arms and legs, to bathe me, and to cook my food. Otherwise if will sit idly, you will never progress. If you wish, I will not ask you to perform any service. I would behave in divinity. But one cannot excel without performing service. Do you all want to see a blaze of light? If so, I will ask Swāmi (Shāstriji Mahārāj) to show you a blaze of light. He will show it. But then you will become sakām (have desires to see such things). Hence, one should desire the spiritual state of knowledge.”
[Yogi Vāni: 10/115]
યોગીજી મહારાજ કહે, “અમારી એવી કઈ ક્રિયા છે, જેમાં તમને મનુષ્યભાવ આવે છે? જો હું ધારું તો નીચે સૂઈ જાઉં; મારું શરીર દુખે નહીં. ઠંડે પાણીએ નહાઉં. જમું જ નહીં. હાથ-પગ ન દબાવરાવું, તો પણ કાંઈ ન થાય. અમે દેહના ભાવ જણાવીએ પણ તે માનવા નહીં. ને જણાવીએ નહીં તો પછી તમને સેવા ક્યાંથી મળે? મધ્યનું ૭ અને ૫૯ વચનામૃત પ્રમાણે સેવાથી જ વૃદ્ધિ પમાય. એટલે તમને હાથ-પગ દબાવવાની, નવડાવવાની, રસોઈ કરવાની સેવા આપીએ છીએ. નહીં તો તમે બેસી રહો તો વૃદ્ધિ પામો નહીં. તમે કહો તો હું તમારી પાસે કોઈ સેવા કરાવું નહીં. દિવ્યભાવમાં વર્તું. પણ સેવા વિના વૃદ્ધિ પમાતું નથી. તમારે શું ભડકો જોવો છે? તો સ્વામીને કહું, ‘બધા યુવકોને ભડકો દેખાડો,’ તો દેખાડે. પણ સકામ થઈ જવાય. માટે જ્ઞાનની સ્થિતિ ઇચ્છવી.”
[યોગીવાણી: ૧૦/૧૧૫]
Nirupan
Yogji Mahārāj said, “If one desires to please the Motā-Purush, one should undertake the most menial of service. Ours is the supreme attainment. As per Vachanāmrut Gadhadā II-59, there should be a mad rush of people wanting to serve. However, we are like ‘Mele Māvjibhāi’ - trying to become Māvjibhāi on our own† - we assume ourselves to be great. If one attempts to become a satpurush, one will be thrown into jail. Only one who has received the stamp of the Satpurush is the true Māvjibhāi - i.e. the real Satpurush. The Gunātit Sant of God is the only true Satpurush.”
†This story is narrated by Yogiji Mahārāj as follows: In Dhrāgadhrā, there was one goldsmith named Māvjibhāi who had a name similar to the diwān. There was no electricity back then. The goldsmith went to discharge his bowels daily in the early morning darkness, near the compound of guards. The guards ask him who is there. The goldsmith said, ‘Māvjibhāi.’ The guards became alert thinking if it is the diwān he’ll punish us; let’s not ask further.
“This happened for 15 days before the guards started to doubt: why does the diwān come here when his bungalow has bathrooms and toilets?
“The next day, when Māvjibhāi arrived, the guard shouted, ‘Who is there?’ Māvjibhāi said, ‘Māvjibhāi.’ The guard went closer with a lantern and saw the goldsmith instead of the diwān. He immediately cuffed him and asked, ‘Who calls you Māvjibhāi?’ ‘My father, my mother, my wife, all call me Māvjibhāi.’ The guard says, ‘How does the government benefit from that?’ And locked him in a jail.
“One cannot become Māvjibhāi (diwān) on their own if a few people call you Māvjibhāi. If one tried to become a Satpurush on their own, one will go to jail...” (Brahamswarup Yogiji Maharaj - Part 2)
[Yogi Vāni: 18/12]
યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષને રાજી કરવા હોય તો નીચી ટેલ કરવી. આપણને પ્રાપ્તિ સર્વોપરી છે. મધ્યના ૫૯ વચનામૃત પ્રમાણે સેવા માટે પડાપડી થવી જોઈએ. પણ આપણે તો ‘મેળે માવજીભાઈ’ થઈ મોટા થઈ જઈએ છીએ.† મેળે માવજીભાઈ – સત્પુરુષ થાવા જાય તો જેલ ભેગો થઈ જાય. જેના ઉપર સક્કો વાગ્યો હોય તે જ માવજીભાઈ સાચા. ભગવાનના ગુણાતીત સંત તે જ સાચા સત્પુરુષ છે.”
†યોગીજી મહારાજ માવજીભાઈની વ્યાખ્યા આવી રીત કરે છે: “ધ્રાંગધ્રામાં એક સોનીનું નામ માવજીભાઈ, ને ત્યાંના દીવાનનું નામ પણ માવજીભાઈ. તે દી’ વીજળી-દીવાનું સાધન નહિ. માવજીભાઈ સોની વહેલી સવારે અંધારામાં દિશાએ જાય. સિપાઈની કોટ પાસે ખાડા-ખાધરા હોય ત્યાં બેસે, ને સિપાઈ આને જોઈને પૂછે, ‘કોણ?’ તો કહે, ‘માવજીભાઈ.’ સિપાઈ થડકે કે ‘દીવાન હશે તો દંડ કરશે. માટે વધુ પૂછવું નથી.’
“એમ પંદર દી’ પોલ હાલી. પછી સિપાઈને થયું: ‘માવજીભાઈ રોજ અહીં શું કામ ઝાડે ફરવા આવતા હશે? બંગલામાં તો પાયખાનાં-જાજરૂની સગવડ હોય. માટે તપાસ કરું, કોણ છે?’
“પછી બીજે દી’ માવજીભાઈ રોજની જેમ આવ્યા. સિપાઈએ પડકારો કર્યો, ‘કોણ?’ તો છાતી કાઢીને કહે, ‘માવજીભાઈ!’ પછી સિપાઈ ફાનસ લઈને નજીક ગયો તો દીવાનને બદલે સોની મહાજન નીકળ્યા! તે હાથકડી પહેરાવી દીધી ને પૂછ્યું, ‘કોણ તને માવજીભાઈ કહે છે?’ ત્યારે કહે, ‘મારો બાપ, મારી મા, મારાં ઘરવાળાં બધાં કહે છે.’ સિપાઈ કહે, ‘તેમાં સરકારને શું સડકો(ફાયદો)?’ પછી જેલમાં પૂરી દીધા.
“એમ મેળે માવજીભાઈમાં હખ(સુખ) ન આવે. મેળે માવજીભાઈ - સત્પુરુષ થાવા જાય તો જેલ ભેગો થઈ જાય. જેના ઉપર સક્કો વાગ્યો હોય તે જ માવજીભાઈ સાચા. ભગવાનના ગુણાતીત સંત તે જ સાચા સત્પુરુષ છે. માટે ‘હમ ભી ડીચ’ ન થવું...” (બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૨)
[યોગીવાણી: ૧૮/૧૨]