॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૭: વજ્રની ખીલીનું
નિરૂપણ
તા. ૨૪/૬/૧૯૬૨, મુંબઈ. મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા અંત્ય ૭ ઉપર સ્વામીશ્રીએ વાત કરી, “હરિભક્તો બેઠા છે. સંતો નથી. અંતરનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત થોડો હોય. ભગવાન ને સંત વિના કાંઈ સુખદાયી નથી. રૂપિયા ટકા કાંઈ ન બતાવ્યું. જે વસ્તુ સુખદાયી હોય તેમાં સોળ આના પ્રેમ રાખવો જોઈએ. આત્મબુદ્ધિ ને પક્ષ. માથું જાય પણ પક્ષ ન મૂકવો. આમ પક્ષ રાખે ને પાછળથી અભાવ લે. પક્ષ રાખવો પણ અભાવ આવવા દેવો નહીં. મહારાજ દૂધમાં પોરા બતાવે છે. ૨૬૨ વચનામૃતોનો એક જ સાર – દેહના સંબંધી વહાલા રાખવા નહીં. દાદાખાચર... મોટા ભક્તોએ કર્યું તેમ કરવું. ટાણે સંબંધી વહાલા ન રાખે.
“મહિમા એક સમજાય તો પક્ષ રહે. મહિમા સમજાય તો સંબંધી વહાલા રહે નહીં. ચૈતન્યભૂમિકાનું જ્ઞાન સમજાવે છે. ધામમાં સેવા કઈ? મૂર્તિ સામું જોઈ રહેવું તે જ સેવા. ચહ ચહ સુખ લીધા જ કરે!”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૩]
June 24, 1962, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj spoke on Vachanāmrut Gadhadā III-7, “The devotees are seated; however there are no sādhus. Shriji Mahārāj reveals his inner principle. The principle is succinct. Only God and the Sant are blissful. Mahārāj did not show wealth or fame as being blissful. One should have total love for that which is blissful, and also maintain ātmabuddhi and loyalty [to God and the Sant]. Even if one were to lose their head, one should not forsake loyalty [of God and the Sant]. On one hand, one is loyal, but behind their back, one finds faults in them. One should keep loyalty and not find faults. Mahārāj demonstrates the essence. There is only one essence of the 262 Vachanāmruts – one should not keep bodily relations dear to oneself. One should do what Dādā Khāchar and other eminent devotees have done. When the time comes, one does not endear one’s bodily relations.
“One can only keep loyalty if one understands the greatness [of God and the Sant]. If greatness is understood, bodily relations will not remain dear. [Shriji Mahārāj] is explaining the true knowledge of Akshardhām - the luminous place. What service does one perform in Akshardhām? To continuously observe the murti of God is one’s service. One thus experiences ever increasing joy!”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/363]
પ્રમુખસ્વામી મહારાજે ગઢડા અંત્ય ૭મું વચનામૃત સમજાવતાં જણાવ્યું કે, “ગુણાતીત સંતમાં મહારાજ રહ્યા છે, તેનો મજીયારો વહેંચાતો નથી. ભગવાન અને સંતમાં સંશય તો કલ્યાણમાં સંશય, તે પાકું તો કલ્યાણનું પાકું. ભગવાનના ચરણ સત્પુરુષ છે. તેમાં મન રહે, તો ભગવાનમાં દૃઢ મન કરાવી દે. સંત ભગવાનમાં વૃત્તિ રખાવે છે.”
[સંજીવની: ૧/૬૮]
Pramukh Swāmi Mahārāj explained Vachanāmrut Gadhadā III-7: “Mahārāj resides in the Gunātit Sant. One cannot separate the two. Doubts in God and the Sant means doubts in one’s liberation. On the contrary, if one is convinced of God and the Sant, the their liberation is certain. The Satpurush is the feet of God. If one’s mind is fixed on the Satpurush, then he will ensure their mind will become fixed on God. The Sant is the one who helps one maintain their vrutti on God.”
[Sanjivani: 1/68]
૧૯૭૦માં કંપાલામાં યોગીજી મહારાજે એક સાંજે યુવકોનો કાર્યક્રમ સાંભળ્યા પછી આશીર્વાદ આપતાં જણાવ્યું કે: “યુવકો વાતું બોલ્યા. એક યુવક મધ્ય એકસઠ વચનામૃત બોલ્યો. નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી. પક્ષ શું? ભગવાનના ભક્તને કોઈ વગર વાંકે પીડતો હોય, તો તેનો પક્ષ લેવો. ગુંદાળી ગામના બે કાઠીએ સાધુઓનો પક્ષ લીધો. તેઓ સત્સંગી નહોતા, પણ ‘મામાના સાધુ છે’ એમ જાણી પક્ષ લીધો તો તેમનું નામ લખાઈ ગયું. (વચનામૃત લોયા ૩) છેલ્લાનું સાતમું – ભગવાનના ભક્તનો પક્ષ લેતા આબરૂ વધો અથવા ઘાટો, હાણ થાય કે વૃદ્ધિ થાય, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. ઘણા કદાચ પક્ષ રાખે પણ અભાવ આવી જાય કે તારે અર્થે કરી કરીને મરી ગયા પણ તું કાઈ ધોળતો (કરતો) નથી. એ પક્ષ ન કહેવાય.
“ભગવાનના ભક્ત કરતાં દેહ ને દેહના સંબંધી વહાલાં રહી જાય છે. માટે આ કલમ મૂકે છે. પરદેશથી આપણે ત્યાં સંત આવ્યા હોય ને આપના સંબંધી પણ આવ્યા હોય; તો પક્ષ જેને ન હોય તે કહે, ‘સાધુ! સાંભળો, સંબંધી આવ્યા છે તે નહીં અવાય.’ પરંતુ સંબંધી પડ્યા રહેવા જોઈએ. દીકરો વહાલો હોય ને અમે માંગીએ ત્યારે કહે, ‘સ્વામી! પૈસા લ્યો, પણ દીકરો નહીં.’
“... ટૂંકમાં કહેવાનું કે ગુણાતીત સંતના સંબંધવાળા જે ભક્ત તેના જેવા સંબંધીને વહાલા ન રાખવા. આ કલમ ભવિષ્યમાં બહુ કામ કરશે.
“નંદુભાઈ મંછારામ અમદાવાદવાળાને બહુ પક્ષ. મોટા મંદિરના સેક્રેટરી હતા, છતાં શાસ્ત્રીજી મહારાજને તેમને ઘેર ઉતારે. શિર સાટે પક્ષ. પક્ષ રાખવાથી પંચમહાપાપ બળી જાય છે. આપણે પરદેશથી આવ્યા છીએ. અંદરોઅંદર સુખ-દુઃખમાં પક્ષ રાખવો. કોઈને દુઃખ આવતું હોય તો, ‘એ જ લાગનો છે.’ એમ ન બોલવું. સ્વામિનારાયણના સંબંધવાળાને અર્થે શું ન થાય? લોયાના ત્રીજા વચનામૃતમાં આ છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૯૩]
March 1970, Kampala, Uganda. One evening, the yuvaks presented a cultural program in Yogiji Mahārāj’s presence. Thereafter, Yogiji Mahārāj said, “The youths talked on certain topics. One youth recited Vachanāmrut Gadhadā II-61. In that, talk of niyams, faith in God (nishchay), and loyalty (paksha) was mentioned. What is loyalty? If someone is harming a devotee of God without a fault of his, one should stand up for that devotee. Two kāthis of Gundāli stood up for the sādhus [of Swāminārāyan Bhagwān]. They were not devotees; however, they stood up for the sādhus understanding them to be ‘sādhus of my maternal uncle.’ Therefore, their names were noted in history (mentioned in Vachanāmrut Loyā 3). According to Vachanāmrut Gadhadā III-7, in no way should one abandon one’s loyalty to God and his Bhakta, regardless if one’s reputation increases or decreases, one benefits or suffers a loss, or one lives or dies. Many may keep loyalty; however, when relationships turn sour, they may rebuke the person saying, ‘I’ve done everything for you, yet you don’t do anything for us.’ That cannot be called loyalty.
“One’s body and the relatives of the body remain dearer than a devotee of God - that is why Mahārāj makes this point. If a sādhu arrives from afar and a relative also arrives, one who is not loyal [to Satsang] will say, ‘Sādhu! Listen, my relatives are here, so I will not be able to attend your discourses.’ However, the relatives should be not be given priority. If one’s son is extremely dear and we ask for him (to be initiated as a sadhu), they would say, ‘Swāmi! Take my money, but not my son.’
“In short, we should not hold dear our bodily relatives to a higher degree than devotees who are associated with the Gunātit Sant. This concept will prove to be of immense benefit in the future.
“Nandubhāi Manchharām of Amdāvād was incredibly loyal. Despite that he was the secretary of the Junā Mandir in Kālupur, he would ensure that Shāstriji Mahārāj stayed at his home. He remained loyal, placing his head on the line. Maintaining such loyalty reduces the five grave sins to ashes. We have come from afar. Devotees should remain loyal to each other, through thick and thin. If another devotee is undergoing difficulties, one should not think, ‘He got what he deserved!’ What can not be done for a devotee associated with Swāminārāyan [Bhagwān]? This is described in Vachanāmrut Loyā 3.”
[Brahmaswarup Yogiji Mahārāj: 6/93]
તા. ૨૯/૧૦/૧૯૮૨ની સવારે તેઓએ વચનામૃત ગઢડા અંત્ય ૭ના આધારે કથામૃત પીરસતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:
“સિદ્ધાંતમાં દુનિયાના ગમે તે છેડે જાય તોય ફેર ન પડે. ‘બધાં સુખનો આધાર ભગવાન છે’ તે દૃઢ થઈ જાય તો બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં ને કલ્યાણ માટે ક્યાંય દોડાદોડ કરવી ન પડે. અહીં સંત પાસે બેસશે તેની આબરૂ રહી છે ને રહેશે. મીરાંબાઈ, નરસિંહ મહેતા, દાદાખાચર, સગરામ, જેતલપુરના જીવણ કોળી વગેરે ભગવાન ને સંત પાસે બેઠાં તો તેમની આબરૂ વધી છે. તિલક-ચાંદલો બરાબર ભભકાદાર કરવો.
“ભગવાન ને સંત સાથે આત્મબુદ્ધિની દૃઢતા થઈ હોય તો ધાર્યું ન થવા દે ત્યારે પણ અભાવ ન આવે. કંઈ મુશ્કેલી આવે ને રક્ષા ન થવા દે ત્યારે પણ અભાવ ન આવે. દિવ્યભાવ રાખીને, બુદ્ધિ ગિરો મૂકીને કાર્ય કર્યા કરવું તો ધીરે ધીરે અંતઃશત્રુઓ જીતાઈ જશે. બજારમાં રખડતા હોય એવા આ બાવા નથી. તેમાં ને આમાં ઘણો ફેર છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૫૮]
October 29, 1982; Amdavad. In the morning, Pramukh Swami Maharaj spoke enlightening words on Vachanamrut Gadhada III-7:
“No matter which end of the earth one may travel to, [a devotee of God] never loses his principles. ‘The source of all bliss is God’ - if that becomes firm, then one will not develop a liking for anyone else, and one will not have to run for their liberation. The reputation of one who sits here with the Sant has remained and will remain. Mirabai, Narsinha Mehta, Dada Khachar, Sagram, Jivan Koli of Jetalpur, and others sat (associated) with God and the Sant, so their reputation increased. One should apply the tilak-chāndlo prominently.
“If one has attachment to the Satpurush and if the Satpurush does not allow one’s liking to prevail, he would not develop an aversion to the Satpurush. If one encounters hardships and he does not protect one, one would still not develop an aversion. One should put effort while maintaining divya-bhāv and putting aside one’s logic, then one will conquer their internal enemies. This ascetic is not like the one who wanders in the bazaars. There is a great difference between them and this one (referring to himself).”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/558]
તા. ૨૮/૯/૧૯૮૫ની ભાદરવી પૂનમે ગુણાતીત જન્મોત્સવની પ્રતીક ઉજવણી કરીને પ્રમુખસ્વામી મહારાજ તા. ૨૯/૯ની સવારે રાબેતા મુજબની સભામાં પધાર્યા ત્યારે બાલમુકુંદદાસ સ્વામી ગઢડા અંત્ય પ્રકરણના સાતમા વચનામૃત પર નિરૂપણની શરૂઆત કરવા જ જઈ રહેલા. પરંતુ સ્વામીશ્રીએ કહ્યું, “લાવો, હું સમજાવું...” એમ બોલતાં તેઓ એ ‘વચનામૃત’ની રસલહાણ કરાવવા લાગ્યા:
“આટલું જ સમજવાનું કે એક વખત ભગવાનના આશ્રિત થયા એટલે આપણને દુઃખ આપનારોય કોઈ નથી ને સુખ આપનારોય કોઈ નથી. આ તો ‘બાઈ બાઈ ચારણી...’ની જેમ બધે માંગતા ફરે. પછી ‘ઝાઝા ઘરનો પરોણો ભૂખે મરે’ એવું થાય. માટે આ જે મળ્યા છે એથી બીજે ક્યાંય ફાંફાં ન મારવાં. આ લોકમાં કદાચ દુઃખ આપે, પણ અંતે અક્ષરધામ આપવું છે. એમનો અભાવ ન આવવા દેવો, કારણ કે એ તો આપણી બેસવાની ડાળ છે. સુખ-શાંતિની ડાળ છે. એ ન ભાંગે એ જોવું. પછી મનમાં બીક ન રાખવી કે, ‘હું ભૂત થઈશ કે શું થઈશ?’ ભૂત હોય તેય આપણાથી ભાગે, તો પછી આપણે ક્યાંથી થવાના?”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૩૪૭]
On September 28, 1985, after celebrating Gunatitanand Swami’s birth, Pramukh Swami Maharaj arrived in the assembly when Balmukund Swami was starting to explain Vachanamrut Gadhada III-7. Swamishri said, “Let me explain.” And he started to explain, “This is all we need to understand: once we have accepted the refuge of God, no one else can give us misery, nor can anyone else give us happiness. If one goes elsewhere (other than God) for happiness, then that is like a wealthy person dying of hunger. Therefore, one should not turn to anyone else other than whom one has attained. In this world, God may give misery, but in the end, he will give us Akshardham. One should not find flaws in God, because he is the branch we are sitting on - he is the branch of happiness and peace. One should take care this branch is not cut. Then, one should not fear, such as: ‘What if I become a ghost?’ Actually, a ghost will run away from us, so how will be become a ghost?”
[Brahmaswarup Pramukh Swami Maharaj: 5/347]