॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Loya-6: Purifying the Company One Keeps
Akhyan
Arjun Did Not Cut Off Ashwatthāmā’s Head
When Duryodhan was killed during the Mahabharat War, Ashwatthāmā deceitfully killed the five sons of the Pāndavas at night. This act angered Arjun and he vowed to cut off his head. Ashwatthāmā became frightened and released the Brahmāstra. Shri Krishna told Arjun to intercept the weapon he released with the Brahmāstra of his own. He then captured Ashwatthāmā. Krishna said to Arjun, “Arjun, it is not proper to release this brāhmin. Kill him. He is a murderer who killed your sons. He even brought much grief to Duryodhan.” However, Arjun was not convinced. He took Ashwatthāmā to Draupadi, who told Arjun to let him go. Arjun carved out the jewel that was fused to his forehead and let him go.
[Bhagwat: 1/7/35-40]
અર્જુને અશ્વત્થામાનું માથું ન કાપ્યું
જ્યારે મહાભારતના યુદ્ધમાં દુર્યોધન મરાયો ત્યારે અશ્વત્થામાએ રાત્રે કપટથી પાંડવોના તમામ પુત્રોને મારી નાખ્યા. આથી અર્જુને ક્રોધે ભરાઈને અશ્વત્થામાનું મસ્તક કાપવાની પ્રતિજ્ઞા કરી. ગભરાયેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અર્જુને શ્રીકૃષ્ણના કહેવાથી તેનું બ્રહ્માસ્ત્ર દ્વારા શમન કર્યું અને અશ્વત્થામાને પકડ્યો. શ્રીકૃષ્ણ ભગવાને તે જ વખતે કહ્યું કે, “અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી. તેને તો મારી જ નાંખ. આ આતતાયીએ તારા પુત્રોનો વધ કર્યો છે. અને પોતાના સ્વામી દુર્યોધનને પણ દુઃખ પહોંચાડયું છે. તેથી, અર્જુન! તું આને મારી નાખ.” પણ અર્જુનનું મન માન્યું નહીં. આથી તેને લઈને છાવણીમાં દ્રૌપદીની આગળ લાવ્યા. દ્રૌપદીએ તેને છોડી મૂકવા કહ્યું ત્યારે અર્જુને તેને તેનો મણિ વાળ સહિત ખેંચી લઈને છોડી મૂક્યો.
[ભાગવત: ૧/૭/૩૫-૪૦]