॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-57: The Example of a Lizard; A ‘Cat-like’ Devotee
Akhyan
King Chitraketu renounced ten million wives
King Chitraketu’s son died. Nāradji and Angirā Rishi gave knowledge to Chitraketu but he was not convinced. Ultimately, Nāradji called back the jivātmā of his dead son. The jivātmā spoke, “I have been wandering through countless lives. Of which life are you my mother and father? The jiva itself does not have births and deaths.” After speaking such truths, the jivātmā left. Hearing this, Chitraketu broke the affection he had toward the ātmā of his son. He then extolled Nāradji and from the gnān Nāradji gave him, Chitraketu renounced his 10 million wives for the sake of his liberation.
[Bhagwat: 6/16/15]
ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો
રાજા ચિત્રકેતુનો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે નારદજી અને અંગિરા ઋષિએ એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. છેવટે નારદજીએ મૃત્યુ પામેલા જીવાત્માને પાછો બોલાવ્યો. એ વખતે જીવાત્માએ કહ્યું કે, “હું અનેક જન્મોથી ભટકી રહ્યો છું. એમાંથી તમે કયા જન્મના મારાં માતા-પિતા છો? આ જીવને સ્વરૂપથી જન્મ-મૃત્યુ વગેરે કશું જ નથી.” વગેરે જ્ઞાનની વાતો કરીને એ જીવાત્મા પણ ચાલ્યો ગયો. ત્યારે ચિત્રકેતુનું સ્નેહબંધન કપાઈ ગયું અને નારદજીની સ્તુતિ કરી. નારદજીએ આપેલી વિદ્યાના અનુષ્ઠાનથી ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને પોતાના કલ્યાણ માટે ચાલી નીકળ્યો.
[ભાગવત: ૬/૧૬/૧૫]