॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

મહિમા

પ્રમુખસ્વામી મહારાજ કહે, “શ્રીજીમહારાજ અનંત જીવોને પોતાની નિષ્ઠા થાય – એ સંકલ્પ લઈને પોતાના અક્ષરધામ અને મુક્તોને લઈને આવ્યા. ગઢડા પ્રથમના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આ વાત કરી છે. આ આદેશને શાસ્ત્રીજી મહારાજે ઝીલીને દરેકને આ વાત કરી. મહારાજના વચન પ્રમાણે-આજ્ઞા પ્રમાણે જેટલું અક્ષરપુરુષોત્તમની વાત સમજાવવાનું કાર્ય થાય એટલા આત્મસત્તારૂપ થયા કહેવાઈએ. આપણે ય એ આદેશ ઝીલવાનો છે-આત્મસત્તારૂપ થવાનું છે. ભરવાડનો લાકડિયો સંદેશો કહેવાય. એકને મળે, એ બીજાને વાત કરે. એમ કરતાં લાખો ભેગા થઈ જાય. તેમ આપણે અક્ષરધામથી આવેલો તાર છે. બધાને એ પહોંચાડવો છે. એ કરવાનું છે તો આપણો દેહ સાર્થક થશે.”

[સંજીવની: ૧/૪૬]

મહિમા

પ્રમુખસ્વામી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ પ્રમાણે અક્ષરધામ સહિત ભગવાન આવ્યા છે તે વાત સમજવી ને બીજાને કરવી. શાસ્ત્રીજી મહારાજે આ વાત પ્રગટ કરી. માટે આપણે નિધડકપણે આ વાતો કરવી. વાત સાચી છે તે ગમે ત્યાં નાખો ત્યાં ઊગશે. ખોટો રૂપિયો હોય તે સગા ભાઈને આપીએ તોય બીક લાગે છે કે પાછો આપશે? કોઈને સમજાશે કે નહીં સમજાય? તેવી બીક રાખી વાત કરવામાં કસર ન રાખવી. માટે વાત કરવી. ઊગ્યા વગર રહેવાનું નથી.”

[સંજીવની: ૧/૮૬]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase